Pathaan Advance Booking: તૂટશે તમામ રેકોર્ડ! પહેલા દિવસે કરશે બમ્પર કમાણી, વેચાઈ 3 લાખ ટિકિટ

Pathaan Advance Booking: 20 જાન્યુઆરીથી શાહરૂખ ખાનની (Shah Rukh Khan) 'પઠાન'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

Pathaan Advance Booking: તૂટશે તમામ રેકોર્ડ! પહેલા દિવસે કરશે બમ્પર કમાણી, વેચાઈ 3 લાખ ટિકિટ
pathaan advance booking
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:00 PM

Pathaan Advance Booking: છેલ્લા કેટલાક સમયથી શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘પઠાન’ને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. કિંગ ખાનની આ ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના માટે 20 જાન્યુઆરીથી એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એડવાન્સ બુકિંગમાં ‘પઠાન’ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના માત્ર ત્રણ દિવસમાં જ આ ફિલ્મની ત્રણ લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની એડવાન્સ બુકિંગ અપડેટ શેયર કરી છે.

વેચાઈ 3 લાખથી વધુ ટિકિટ

તરણ આદર્શ મુજબ 22 જાન્યુઆરી, રવિવારના રોજ સાંજે 5:15 વાગ્યા સુધી પઠાનની 3 લાખ 500 ટિકિટો વેચાઈ ચૂકી છે, જેમાં પીવીઆરમાં 1 લાખ 30 હજાર, આઈનોક્સમાં 1 લાખ 13 હજાર અને સિનેપોલિસમાં 57,500 ટિકિટનો સમાવેશ થાય છે અને આ આંકડા માત્ર ફિલ્મના પહેલા દિવસના છે. તમને જણાવી દઈએ કે ‘પઠાન’ને હજુ રિલીઝ થવામાં 2 દિવસ બાકી છે અને રિલીઝના પહેલા દિવસની 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, એવી આશા છે કે ‘પઠાન’ બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડશે.

ટૂંક સમયમાં છોડશે ‘બ્રહ્માસ્ત્ર’ને પાછળ

‘પઠાન’ને એ ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે, જેને કોરોના મહામારી બાદ એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ મામલામાં યશની કેજીએફ 2 પહેલા નંબર પર છે, જેના પહેલા દિવસ માટે એડવાન્સ બુકિંગમાં 5 લાખ 15 હજાર ટિકિટ વેચાઈ હતી. ‘બ્રહ્માસ્ત્ર’ બીજા નંબર પર 3 લાખ 2 હજાર ટિકિટ વેચાઈ છે, જ્યારે રિલીઝના બે દિવસ પહેલા જ શાહરૂખની ફિલ્મની 3 લાખ 500 ટિકિટ વેચાઈ ગઈ છે, જેમાં એડવાન્સ બુકિંગના મામલે ‘પઠાન’ આગળ હોવાનું જોવા મળે છે. ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’ પાછળ છોડી દેશે.

આ પણ વાંચો : આ બદલાવું જોઈએ, અમે ઘણું સહન કરીએ છીએ- પીએમના ફિલ્મવાળા નિવેદન પર અક્ષય કુમારે વ્યક્ત કર્યું દર્દ

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન આ ફિલ્મથી ચાર વર્ષથી વધુ સમય બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જેવા સ્ટાર્સ પણ સામેલ છે.