Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરાની ચૂડા સેરેમનીનો ફોટો થયો વાયરલ

Parineeti Raghav Wedding: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની (Parineeti Chopra) માતાએ પરિણીતી ચોપરાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો શેર કરી છે. ફોટામાં પરિણીતી ચોપરા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રી-વેડિંગ સેરેમનીના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચુડા સેરેમનીમાં પરિણીતી યલો કલરના સલવાર સૂટમાં જોવા મળી રહી છે.

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરાની ચૂડા સેરેમનીનો ફોટો થયો વાયરલ
Parineeti Chopra
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 01, 2023 | 7:00 PM

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના (Parineeti Chopra) લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. લગ્ન અને લગ્ન પહેલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. પરિણીતીએ ઉદયપુરમાં રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં ફિલ્મી અને રાજકીય જગતના ખાસ મહેમાનો જોવા મળ્યા હતા. લગ્ન બાદ પરિણીતી ચોપરાએ પોતે પણ લગ્નની તસવીરો શેર કરી હતી અને તેને બધાએ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પ્રી-વેડિંગ ફંક્શનનો ફોટો શેર કર્યો છે જેમાં પરિણીતીની સુંદર લાગી રહી છે.

મધુ ચોપરાએ ચુડા સેરેમની દરમિયાનનો ફોટા શેર કર્યા જેમાં પરિણીતી યલો કલરના સલવાર સૂટમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે તેના હાથમાં પહેરેલી બંગડીઓને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના ફેસ પર ખુશી દેખાય છે. મધુ ચોપરાએ પહેલા આ તસવીર શેર કરી હતી પરંતુ બાદમાં તેને તેના સોશિયલ મીડિયા પરથી રીમૂવ દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આ તસવીર વાયરલ થઈ ગઈ હતી અને હાલમાં ફેન્સ તેના પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

ન આવી પ્રિયંકા

તમને જણાવી દઈએ કે પરિણીતી-રાઘવની સગાઈ માટે પ્રિયંકા ચોપરા લોસ એન્જલસથી આવી હતી અને એવા રિપોર્ટ હતા કે તે લગ્નમાં પણ સામેલ થશે. પરંતુ કેટલાક કારણોસર તે લગ્નનો ભાગ બની શકી નથી. જ્યારે માતા મધુને પૂછવામાં આવ્યું કે મોટી બહેન પ્રિયંકા ચોપરા લગ્નનો ભાગ કેમ ન બની શકે, તો મધુએ આ અંગે રિએક્ટ કરતા કહ્યું કે કેટલીક પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે પ્રિયંકા લગ્નમાં સામેલ થઈ શકી નથી.

આ પણ વાંચો: કાર્તિક આર્યને પહેલી વખત આઈસ બાથ લીધો, અનુભવ શેર કર્યો, જુઓ Video

આ ખાસ મહેમાન થયા હતા સામેલ

લગ્નની વાત કરીએ તો લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન હાજર રહ્યા હતા. આ સિવાય મનીષ મલ્હોત્રા, ભાગ્યશ્રી અને સાનિયા મિર્ઝાએ પણ આ લગ્નમાં સામેલ થયા હતા. લગ્ન બાદ કપલે રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેમાં ખાસ મહેમાનો જોવા મળ્યા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો