Parineeti Chopra Engagement Ring: સગાઈમાં સ્પેશિયલ વીંટી પહેરશે Parineeti, બી-ટાઉનની અન્ય એક્ટ્રેસે પણ પહેરી છે મોંઘી રીંગ

Parineeti Chopra Raghav Chadha Engagement: રિપોર્ટ મુજબ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાની સગાઈનો કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. બંનેની સગાઈ રાત્રે 8 વાગ્યે થશે. તેની સગાઈ દરમિયાન પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરશે.

Parineeti Chopra Engagement Ring:  સગાઈમાં સ્પેશિયલ વીંટી પહેરશે Parineeti, બી-ટાઉનની અન્ય એક્ટ્રેસે પણ પહેરી છે મોંઘી રીંગ
Parineeti Chopra
| Edited By: | Updated on: May 14, 2023 | 2:41 PM

Parineeti Chopra Engagement Ring: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા 13 મે શનિવારે સગાઈ કરવા જઈ રહ્યા છે. આ કપલ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈનો કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. બંનેની સગાઈ રાત્રે 8 વાગ્યે થશે. પરિણીતી ચોપરા તેની સગાઈ દરમિયાન જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરશે.

પરિણીતી ચોપરા તેની સગાઈમાં મોંઘી વીંટી પહેરશે. રિપોર્ટ્સ મુજબ રાઘવ ચઢ્ઢાએ આ રીંગ પરિણીતી ચોપરા માટે ખાસ ડિઝાઈન કરી છે. તમને જણાવી દઈએ કે બી-ટાઉનની ઘણી એવી એક્ટ્રેસ છે, જેમણે પોતાની સગાઈ દરમિયાન મોંઘી વીંટી પહેરી છે.

 

આસિન ખાન

મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાનની કો-સ્ટાર આસિન ખાને પણ તેની સગાઈ દરમિયાન 6 કરોડની વીંટી પહેરી હતી. વર્ષ 2016માં અસિન ખાને મોબાઈલ કંપની માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા.

અનુષ્કા શર્મા

વર્ષ 2017માં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન કર્યા હતા. બંનેએ નજીકના મહેમાનોની વચ્ચે ઈટલીમાં લગ્ન કર્યા હતા. વિરાટ કોહલીએ 3 મહિનાના સંઘર્ષ બાદ અનુષ્કા શર્મા માટે 2 કરોડની વીંટી ખરીદી હતી.

પ્રિયંકા ચોપરા

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. તેણે પોતાના લગ્નમાં 5 કેરેટની ડાયમંડની રીંગ પહેરી હતી, જેની કિંમત લગભગ 2 કરોડ હતી.

કરીના કપૂર ખાન

બેબો એટલે કે કરીના કપૂર ખાન પણ આ મામલામાં પાછળ નથી. તેની વેડિંગ રીંગની કિંમત લગભગ 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. વર્ષ 2012માં કરીનાએ નાના નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ, મહેમાનોને આ વાનગીઓ પીરસવામાં આવશે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. રામલીલા ફિલ્મ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી, ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેની વેડિંગ રીંગની કિંમત 2.5 કરોડ હોવાનું કહેવાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:47 pm, Sat, 13 May 23