પરિણીતી ચોપરાનું અમૃતસરમાં થયું જોરદાર સ્વાગત, રાઘવ ચઢ્ઢાથી ફેન્સ થયા ઈમ્પ્રેસ, જુઓ Video

અમૃતસર એરપોર્ટ પર પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના અનસીન વીડિયોમાં કપલનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવ્યું છે. રાઘવ અને પરિણીતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરાનું અમૃતસરમાં થયું જોરદાર સ્વાગત, રાઘવ ચઢ્ઢાથી ફેન્સ થયા ઈમ્પ્રેસ, જુઓ Video
Parineeti Chopra and Raghav Chadha
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:33 PM

પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાએ તેમની અમૃતસર (Raghav Chadha) મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમૃતસરથી એક્ટ્રેસ અને રાઘવ ચઢ્ઢાના વીડિયો અને ફોટો પણ પાપારાઝી અને ફેન પેજ પર શેર કરવામાં આવ્યા હતા. હાલમાં અમૃતસર એરપોર્ટ પરથી કપલનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા પરિણીતીનું જોરદાર સ્વાગત થાય છે. પરિણીતી પ્રત્યે રાઘવના ગેસ્ચરે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો અનસીન વીડિયો

(VC: htcity instagram)

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. બંને સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા હતા ત્યારે કેટલાક અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. પરિણીતી અને રાઘવે ક્રીમ અને ગ્રે-વ્હાઈટ એથનિક આઉટફિટ પહેર્યા હતા.

કોઈએ રાઘવનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું, આપ નેતાએ તરત જ તે વ્યક્તિને પરિણિતી તરફ ઈશારો કર્યો કે ગુલદસ્તો તેને આપવામાં આવે. આ પછી અન્ય એક વ્યક્તિએ એક્ટ્રેસનું અમૃતસરમાં ફૂલોના ગુલદસ્તા સાથે સ્વાગત કર્યું.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો રાઘવના પરિણીતી પ્રત્યેના વર્તનથી ઈમ્પ્રેસ થયા હતા. ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે રાઘવ માટે લખ્યું છે કે “કેવો સજ્જન વ્યક્તિ છે!” અન્ય એક યુઝરે કહ્યું છે કે “કેટલું ક્યૂટ…” આ સિવાય એક યુઝરે લખ્યું છે કે “તેઓ એકબીજા માટે બનેલા છે.”

પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાએ તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને અમૃતસરની મુલાકાત લીધી, જ્યાં તેઓએ શ્રી હરમંદિર સાહિબમાં આશીર્વાદ લીધા. કપલના અમૃતસરની મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો: સલમાન-શાહરુખે ઘૂંટણ પર બેસીને આ મહિલા માટે ગાયું ગીત, Video થયો વાયરલ

પરિણીતી અને રાઘવે પણ તેમની ટ્રિપની આ જ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના કેપ્શનમાં પરિણીતીએ લખ્યું, “આ વખતે મારી સફર વધુ ખાસ હતી, તે મારી સાથે હતો.” રાઘવે તેના કેપ્શનમાં લખ્યું, “પવિત્ર ભજનો અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું નમાવ્યું અને થોડી પ્રાર્થના કરી.” મારી સાથે પરિણિતી ચોપરા પણ વધુ ખાસ હતી. આજે અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો