Viral Video: ‘હસી તો ફસી’ – રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે સવાલ પૂછતાં શરમાઈ ગઈ પરિણીતી ચોપરા, વાયરલ વીડિયો પર યુઝર્સે આપી પ્રતિક્રિયા

|

Mar 29, 2023 | 4:27 PM

Parineeti Chopra Video: પરિણીતી ચોપરાનો (Parineeti Chopra) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રાઘવ ચઢ્ઢા સાથે જોડાયેલા એક સવાલ પર હસતી જોવા મળી રહી છે. તેની પ્રતિક્રિયા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

Viral Video: હસી તો ફસી - રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે સવાલ પૂછતાં શરમાઈ ગઈ પરિણીતી ચોપરા, વાયરલ વીડિયો પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
Parineeti Chopra

Follow us on

Parineeti Chopra Latest Video: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી આ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે રાઘવ ચઢ્ઢાના સમાચાર વિશે પૂછવામાં આવેલા સવાલ પર પરિણીતી ચોપરાનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે.

ગઈકાલે રાત્રે મુંબઈમાં જ્યારે પરિણીતી ચોપરા પાપારાઝીની સામે આવી ત્યારે બધાએ તેને રાઘવ ચઢ્ઢા વિશે ચાલી રહેલા સમાચારો પર સવાલ કરવા લાગ્યા. પરિણીતીને કોઈએ સવાલ કર્યો કે, “મેમ સુનો ના વો સમાચાર આ રહા હૈ વો કન્ફર્મ હૈ ક્યા?” આ સવાલ સાંભળીને પરિણીતી ચોપરાના ચહેરા પર શરમાવાની સાથે એક અલગ જ સ્માઈલ જોવા મળી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

પરિણિતી ચોપરાએ કશું બોલ્યા વગર જ બધું કહી દીધું હોય એવું લાગે છે. પરિણીતી હસતી હસતી આગળ વધી અને પછી બધાનો આભાર માનીને કારમાં બેસી ગઈ. પાપારાઝી દ્વારા શેયર કરવામાં આવેલા આ વીડિયો પર લોકોની ઘણાં લોકો રિએક્શન આપી રહ્યા છે.

શું કહી રહ્યા છે લોકો?

યુઝર્સ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પરિણીતી ચોપરાનું રિએક્શન જોઈને કહ્યું, “પ્યારી શર્મા ગઈ.” હસી તો ફસી પરિણિતી ચોપરાની ફિલ્મ છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. એક યુઝરે આ જ નામનો ઉપયોગ કરીને વીડિયો પર કોમેન્ટ કરી, “હસી તો ફસી.” એક યુઝરે લખ્યું, “કભી કભી ઈન્સાન કી ખામોશી હી ઉસકા જવાબ હોતા હૈ.”

આ પણ વાંચો:  આપ સાંસદે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સંબંધો પર લગાવી મહોર! આ રીતે પાઠવ્યા અભિનંદન

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ ટ્વિટર પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. તેમને લખ્યું છે કે તેમના યુનિયનને ખૂબ જ પ્રેમથી આશીર્વાદ મળે. આ ટ્વીટ પછી એવું માનવામાં આવે છે કે બંને વચ્ચેના સંબંધો કન્ફર્મ થઈ ગયા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article