Parineeti Raghav Wedding : લગ્ન પછી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો આગળનો પ્લાન શું છે? અહીં જાણો

પરિણીતી ચોપરા (Parineeti Chopra ) અને રાઘવ ચઢ્ઢા લગ્નના અતૂટ બંધનમાં બંધાયા છે. બંનેએ 24મી સપ્ટેમ્બરે સાંજે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. અહેવાલ છે કે બંનેના લગ્નની ઉજવણી આગળ પણ ચાલુ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ,બંને એક નહીં પરંતુ બે વેડિંગ રિસેપ્શન આપવાના છે.

Parineeti Raghav Wedding : લગ્ન પછી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો આગળનો પ્લાન શું છે? અહીં જાણો
| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:44 AM

24મી સપ્ટેમ્બરની સાંજે બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha Marriage) એકબીજાના થયા હતા. બંનેએ ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. તે પછી બંનેએ તે જ રાત્રે રિસેપ્શન પાર્ટી પણ આપી હતી. રિસેપ્શનમાંથી બંનેની એક તસવીર સામે આવી છે જે હવે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વાયરલ થઈ રહી છે. ફોટામાં અભિનેત્રી ગુલાબી સાડીમાં જોવા મળી હતી. તે તેના વાળમાં સિંદૂર જોવા મળી રહ્યું છે અને તેના હાથમાં બંગડીઓ પણ પહેરેલી જોવા મળી હતી.

તો રાઘવ ચઢ્ઢા બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. બંનેની જોડી એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી

લગ્ન બાદના ફોટોમાં બંને ક્રીમ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંનેની જોડી એકસાથે શાનદાર લાગે છે.રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ લગ્ન પછી તરત જ ઉદયપુરમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતુ, પરંતુ લગ્નની ઉજવણી આટલી જલદી પૂરી થવાની નથી. રિપોર્ટ અનુસાર, હવે બંનેના લગ્નનું ભવ્ય રિસેપ્શન થવાનું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાઘવ અને પરિણીતી તેમના નજીકના લોકો માટે એક નહીં પરંતુ બે રિસેપ્શનનું આયોજન કરશે.

 

 

દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ,રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એક રિસેપ્શન દિલ્હીમાં અને બીજું મુંબઈમાં આપવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિ સાથે સંકળાયેલા લોકો દિલ્હીમાં રિસેપ્શનમાં હાજરી આપશે, જ્યારે મુંબઈમાં પરિણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે તેના લગ્નની ઉજવણી કરશે. જો કે હાલમાં રિસેપ્શનને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આમણે લગ્નમાં હાજરી આપી હતી

બંનેના લગ્નની ઉજવણી 23 સપ્ટેમ્બરથી ઉદયપુરમાં શરૂ થઈ હતી, ત્યારબાદ બંનેએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આદિત્ય ઠાકરે, સાન્યા મિર્ઝા, મનીષ મલ્હોત્રા, ભાગ્યશ્રી સહિત અનેક મોટી હસ્તીઓ બંનેની ખુશીમાં સામેલ થવા પહોંચી હતી. પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે કરણ જોહર પણ હાજરી આપશે, પરંતુ તે હાજર નહોતો. કોઈ કારણસર પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ આવી શકી ન હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો