Parineeti Raghav: સગાઈ બાદ પ્રથમવાર એક સાથે જોવા મળ્યા પરિણીતિ ચોપરા-રાઘવ ચઢ્ઢા, જુઓ VIDEO

|

May 13, 2023 | 11:11 PM

Parineeti Chopra And Raghav Chadha Video: સગાઈ બાદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સગાઈની માહિતી આપી હતી. હવે બંને પોતાની સગાઈને લઈને લાઈમલાઈટમાં છે.

Parineeti Raghav: સગાઈ બાદ પ્રથમવાર એક સાથે જોવા મળ્યા પરિણીતિ ચોપરા-રાઘવ ચઢ્ઢા, જુઓ VIDEO
Parineeti Chopra And Raghav Chadha

Follow us on

Parineeti Chopra And Raghav Chadha Video: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) આજે ​​પોતાના જીવન તરફ એક નવું પગલું ભર્યું છે. તેણે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી. બંનેની સગાઈની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. જો કે બંનેએ આ અંગે મૌન સેવ્યું હતું, પરંતુ આજે એટલે કે 13 મેના રોજ તે જ થયું જેની ચાહકોને આશા હતી.

સગાઈ બાદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સગાઈની માહિતી આપી હતી. હવે બંને પોતાની સગાઈને લઈને લાઈમલાઈટમાં છે. ચાહકોને તેની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ દરમિયાન હવે બંનેનો વીડિયો પણ સામે આવ્યો છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

તમને જણાવી દઈએ કે બંને લાંબા સમયથી લાઈમલાઈટમાં હતા અને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. આવામાં બંનેના સંબંધોની ચર્ચા લાઈમલાઈટમાં હતી, પરંતુ કપલ આ સવાલને ટાળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. હવે બંનેની સગાઈનું આયોજન દિલ્હીના કપૂરથલા હાઉસમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈ- દુલ્હે રાજાનો ઈનસાઈડનો Video થયો વાયરલ

પરિણીતી અને રાઘવનો વીડિયો અહીં જુઓ

સગાઈની વિધિ પૂરી થયા બાદ પરિણીતી અને રાઘવ બંને બહાર આવ્યા હતા. બહાર આવીને બંને મીડિયાને મળ્યા અને હાથ હલાવીને સૌનો આભાર માન્યો. આ દરમિયાન બંને મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. બંનેની જોડી એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. સગાઈ પછી બંને પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેને અભિનંદન આપી રહ્યા છે.

પરિણીતી ચોપરાની સગાઈના પ્રસંગે તેની મોટી બહેન પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી. આ સિવાય ફિલ્મ અને રાજનીતિની દુનિયા સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આ ખાસ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. લગ્ન દરમિયાનની તસવીરો સામે આવી છે. જેમાં રાઘવ અને પરિણીતી રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article