Pakistan Restaurant Controversy: પાકિસ્તાનની રેસ્ટોરન્ટની ગંદુ કૃત્ય સામે આવ્યુ, આલિયા ભટ્ટનો વીડિયો શેર કરી પુરુષો માટે આપી ખાસ ઓફર

કરાંચીના રેસ્ટોરન્ટમાં બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) દ્વારા નિભાવવા આવેલા પાત્રમાં એક જાહેરાત બનાવી છે. જેની સોશિયલ મીડિયા પર અલોચન કરવામાં આવી રહી છે.

Pakistan Restaurant Controversy: પાકિસ્તાનની રેસ્ટોરન્ટની ગંદુ કૃત્ય સામે આવ્યુ, આલિયા ભટ્ટનો વીડિયો શેર કરી પુરુષો માટે આપી ખાસ ઓફર
Alia Bhatt
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jun 18, 2022 | 2:35 PM

Pakistan Restaurant Controversy : પાકિસ્તાનના એક રેસ્ટોરન્ટમાં ખુબ જ ગંદુ કૃત્ય સામે આવી છે જેના કારણે આ રેસ્ટોરન્ટ વિવાદોમાં આવી છે. કરાંચીની આ રેસ્ટોરન્ટમાં બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)નો એક સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ સીનમાં આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ(Alia Bhatt) નો આ વિડીયો પુરુષો માટે આપવામાં આવેલી ઓફર શેર કરે છે. વિડીયો શેર કર્યા બાદ વિવાદો શરુ થયો છે. પોસ્ટરની સાથે રેસ્ટોરન્ટમાં પુરુષો માટે 25 ટકા છુટ આપવાની જાહેરાત કરી છે, રેસ્ટોરન્ટ સ્વિંગે આ પોસ્ટરને કેપ્શન સાથે શેર કર્યું છે.

રેસ્ટોરન્ટના આ વિડીયોમાં શું છે

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના કરાંચીમાં આવેલી આ રેસ્ટોરન્ટે બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડનો એક સીન પુરુષ ગ્રાહકો માટે ઓફર કર્યો છે. રેસ્ટોરન્ટે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેની ખુબ ચર્ચા થઈ રહી છે.આ વીડિયો ક્લિપ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની છે, તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક સીન છે, જેમાં આલિયા ભટ્ટ ગ્રાહકોને રીઝવવા માટે હાથના ઈશારા કરી રહી છે. કરાચીની આ રેસ્ટોરન્ટે હવે પ્રચાર માટે આ દ્રશ્યનો ઉપયોગ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો

તમને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પોસ્ટ કરતાની સાથે જ ઘણા યુઝર્સે ગ્રાહકોને આ પ્રકારના લલચાવનારા દ્રશ્ય સામે પોતાનો સખત વાંધો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે લખ્યું કે, તમારે ખરેખર જોવાની જરૂર છે કે અહીં શું રાખવામાં આવી રહ્યું છે. તમે જે પ્રસ્તુત કરી રહ્યાં છો તેને ન્યાયી ઠેરવવા માટે દુઃખદાયક દ્રશ્યનો ઉપયોગ કરવો એ મૂર્ખતા છે. તે તમારું ધ્યાન અને કેટલાક ગ્રાહકોને આકર્ષિત કરશે, તેથી તમે સંપૂર્ણપણે ખોટા છો.

ગ્રાહકોને 25 ટકા ડિસ્કાઉન્ટ

કરાચીમાં સ્વિંગ રેસ્ટોરન્ટ આલિયા ભટ્ટના તે પોસ્ટર સાથે ‘ફક્ત પુરૂષો માટે 25 ટકા ડિસ્કાઉન્ટ’ સાથે ઑફર લઈને આવી છે. તમને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટે સોમવારે આ ઓફર આપી હતી. પાકિસ્તાની રેસ્ટોરન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે.