Nitin Desai Suicide: નેશનલ અવોર્ડ વિનિંગ મશહુર આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈ (Nitin Desai) મહારાષ્ટ્રના કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનડી સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. નીતિન દેસાઈ એક સમયે કરોડો રૂપિયાની મેગા બજેટ ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવતા હતા. નીતિન દેસાઈ દર વર્ષે સેવા તરીકે મુંબઈના પ્રખ્યાત ગણપતિ પંડાલ ‘લાલબાગ ચા રાજા’નો સેટ બનાવતા હતા.
આ વર્ષે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક માટે એક સેટ બનાવવા માંગતા હતા.
ગત્ત વર્ષે રામ મંદિરનો સેટ બનાવનાર નિતિન દેસાઈએ એક મહિના પહેલા લાલબાગ ચા રાજાના પંડાલમાં સેટ બનાવવાનું શરુ કર્યું હતુ. આ વર્ષે તે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક માટે સેટ બનાવવા માંગતા હતા. આજથી અંદાજે 349 વર્ષ પહેલા શિવાજી મહારાજનો રાજ્યભિષેક થયો હતો અને આ જશ્નને નિતિન દેસાઈએ પોતાની કળાના માધ્યમથી ફરી એક વખત યાદ કરવા માંગતા હતા.
સૂત્રોનું માનીએ તો તેમના મૃત્યુ બાદ સેટનું કામ અધૂરું રહી ગયું છે અને ગણપતિના આગમનને માત્ર 45 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષે પંડાલનું કામ કેવી રીતે પૂર્ણ થશે, આ સવાલ લાલબાગ ચા રાજાની ટીમ સામે છે.
લાલબાગ ચા રાજાના સેટ વિશે વાત કરતા નિતિન દેસાઈએ કહ્યું હતું કે, જ્યારે પણ હું બાપ્પાની સેવા કરું છું. હું એક વર્ષ પહેલા વિચારવાનું શરુ કરી દેતો હોઉ છુ. મને અંદાજે 6 મહિના લાગે છે. લાલબાગના રાજા માધ્મથી હું પણ મારી કળાની નવેસરથી શરૂઆત કરું છું. તેથી જ મને 365 દિવસ સુધી તેનું ચિંતન કરવાનું ગમે છે. તમે દર વર્ષે જે ભવ્ય સેટ જુઓ છો તે અમારી મહેનતનું પરિણામ છે.
નીતિન દેસાઈને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. બે દાયકાની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારીકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો