Sukesh Chandrasekhar Case: જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી બાદ હવે આ કેસમાં વધુ ચાર લોકોના જોડાયા નામ

ઈડીની ચાર્જશીટમાં હવે જેકલીન-નોરા બાદ વધુ ચાર મોટા નામ સામે આવ્યા છે. સુકેશની નજીકની મિત્ર પિંકીએ સુકેશ સાથે નિક્કી તંબોલી, ચાહત ખન્ના સહિત ચાર લોકોની મુલાકાત કરાવવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે જેકલીનની (Jacqueline Fernandez) લગભગ 8 કલાક સુધી દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે 11 વાગ્યે નોરા ફતેહીની ફરી પૂછપરછ કરવામાં આવી હતી.

Sukesh Chandrasekhar Case: જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી બાદ હવે આ કેસમાં વધુ ચાર લોકોના જોડાયા નામ
Nikki Tamboli
| Edited By: | Updated on: Sep 15, 2022 | 6:28 PM

ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એક નવો એંગલ જોવામાં આવી રહ્યો છે. બોલીવૂડ બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક એક્ટ્રેસના નામ પણ આ કેસ સાથે જોડાતા જોવા મળી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી બાદ હવે આ કેસમાં વધુ ચાર મોટા નામ જોડાયા છે, જે તમને હેરાન કરી દેશે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ નિક્કી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુશા પાટીલને ઠગ સુકેશ ચંદ્રશેખરને જેલમાં મળ્યા હતા. નોરા અને જેકલીનની જેમ તેઓ પણ સુકેશની નજીકની મિત્ર પિંકી ઈરાનીને મળ્યા હતા.

હાલમાં જ ઈડીની ચાર્જશીટમાં એક મોટો ખુલાસો થયો છે. સુકેશની નજીકની મિત્ર પિંકી ઈરાની પાસેથી મળેલી જાણકારીમાં જેકલીન અને નોરા બાદ વધુ ચાર કલાકારોના નામ સામે આવ્યા છે. પિંકીએ સુકેશ સાથે નિક્કી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુશા પાટીલની જેલમાં મુલાકાત કરાવી હતી. એટલું જ નહીં પિંકીએ આ એક્ટ્રેસને ગુચી, એલવી ​​બેગ, વર્સાચે વોચ જેવી ઘણી કિંમતી ભેટો સાથે પૈસા પણ આપ્યા હતા.

રિપોર્ટ મુજબ એવું પણ સામે આવ્યું છે કે અરુષા પાટીલે સુકેશ ચંદ્રશેખરને મળવાની વાત સ્વીકારી લીધી છે. પરંતુ તેણે તિહાર જેલની એક્ટ્રેસ તેને મળવા ગઈ હોવાની વાતની ના પાડી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે જેકલીનની લગભગ 8 કલાક સુધી દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે 11 વાગ્યે નોરા ફતેહીની ફરી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ક્રાઈમ રવિન્દ્ર યાદવના જણાવ્યા મુજબ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝનો આ કેસમાં સુકેશ ચંદ્રશેખર સાથે સીધો સંબંધ નથી.

નિક્કીને ખબર ન હતી સુકેશનું સાચું નામ

રિપોર્ટ મુજબ બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ તેના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે પિંકી ઈરાનીએ તેને શેખર તરીકે સુકેશ ચંદ્રશેખરનું નામ જણાવ્યું હતું. એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે પિંકી ઈરાનીએ સુકેશને દક્ષિણ સાઉથ ઈન્ડિયન ફિલ્મમેકર અને મિત્ર તરીકે ઓળખાવ્યો હતો. તેનું અસલી નામ નિક્કીને ખબર ન હતી.

સુકેશને મળવા માટે ચાહતને મળ્યા હતા 2 લાખ રૂપિયા

આ કેસમાં ફસાયેલા ચાહત ખન્નાના જણાવ્યા મુજબ સુકેશનો પરિચય સાઉથ ઈન્ડિયન ચેનલના માલિક શેખર રેડ્ડી તરીકે થયો હતો. પિંકીએ ચાહતને સુકેશનું સાચું નામ પણ જણાવ્યું ન હતું. ઈડી મુજબ ચાહત વર્ષ 2018માં તિહારમાં સુકેશને મળી હતી, જેના માટે પિંકી ઈરાનીએ તેને 2 લાખ રૂપિયા અને વર્સાચે ઘડિયાળ આપી હતી.