સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નવું નામ સામે આવ્યું, સિંગર શંકાના દાયરામાં આવી

|

Nov 04, 2022 | 10:09 AM

સિદ્ધુ મુસેવાલા (Sindhu Moosewala) હત્યા કેસમાં સતત તપાસ ચાલી રહી છે. NIA શંકાના દાયરામાં લોકોની સતત પૂછપરછ કરી રહી છે. દરમિયાન આ કેસમાં વધુ એક નામ સામે આવ્યું છે.

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નવું નામ સામે આવ્યું, સિંગર શંકાના દાયરામાં આવી
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નવું નામ સામે આવ્યું
Image Credit source: Instagram

Follow us on

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પંજાબના પ્રખ્યાત ગાયકો પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. આ કેસમાં પંજાબી ગાયક મનકીરત ઔલખ અને દિલપ્રીત સિંહ ધિલ્લોનની સાથે દિલ્હી હેડક્વાર્ટરમાં 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ બંને ગાયકો પહેલા સિદ્ધુની માનીતી બહેન અફસાના ખાનને પણ ઘણા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. આ તમામ કલાકારોને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ લોકોના નામ લોરેન્સ સાથે જોડાયેલા છે.

NIA સિંગરનું નિવેદન લીધું

આ વચ્ચે સિદ્ધુ મુસેવાલાના કેસમાં એક નવું નામ સામેલ થયું છે. પંજાબની મશહુર સિંગર જેની જોહરની આ કેસને લઈ પુછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએએ સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે જેની સાથે અંદાજે 4 કલાક પુછપરછ કરી હતી.NIA સિંગરનું નિવેદન લીધું છે. થોડા દિવસ પહેલા જ જેની જોહલનું એક ગીત લેટર ટુ સીએમ રિલીઝ થયું હતુ. આ ગીતને ખુબ પસંદ કરવામાં આવ્યું છે, આ ગીતમાં જે વાતે સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે તે આ ગીતના શબ્દો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

સિદ્ધુ મુસેવાલા માટે ન્યાય માટે સરકારને વિનંતી

જેની જોહલ લેટર ટુ સીએમ ગીત દ્વારા સિદ્ધુ મુસેવાલા માટે ન્યાય માટે સરકારને વિનંતી કરતી જોવા મળે છે. જે પછી NIA સિંગર પાસેથી જાણવા માંગે છે કે શું તેની પાસે આ કેસમાં કોઈ માહિતી છે. આ સિવાય તેની અને સિદ્ધુ વચ્ચે પહેલા કોઈ પણ પ્રકારની વાત થઈ છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા કેસમાં દિન પ્રતિદિન નવા રાઝ ખુલી રહ્યા છે. દરરોજ નવા નવા લોકો સામે આવી રહ્યા છે.

એનઆઈએ અત્યારસુઘી જેટલા પણ સિંગરની પુછપરછ કરી છે જેમાં કોઈ પણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ કે તેની ગેંગ સાથે કોઈ સંબંધ હોવાની વાત કોઈએ કરી નથી. આ કેસમાં 25 ઓક્ટોબરે અફસાના ખાનની પૂછપરછ કરવામાં આવી હતી. અફસાના પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સિદ્ધુ માટે ન્યાયની માંગ કરતી જોવા મળે છે.

Next Article