Viral Video: રણવીર સિંહ ફરી એકવાર થયો ટ્રોલ, વાયરલ વીડિયોમાં ટ્રોલર્સે આપી આવી પ્રતિક્રિયા

રણવીર સિંહે (Ranveer Singh) પાપારાઝીની સામે શ્રદ્ધા કપૂરના એક્સ બોયફ્રેન્ડ અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને લાત મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ઈન્સ્ટા યુઝર્સ આના પર ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video: રણવીર સિંહ ફરી એકવાર થયો ટ્રોલ, વાયરલ વીડિયોમાં ટ્રોલર્સે આપી આવી પ્રતિક્રિયા
Ranveer Singh
| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:30 PM

બોલિવુડ એક્ટર રણવીર સિંહ તેની શાનદાર એક્ટિંગની સાથે સાથે તેની એનર્જી માટે પણ જાણીતો છે. રણવીર સિંહ જ્યાં પણ હાજર હોય છે ત્યાં તે કંઈક ને કંઈક એવું કરે છે જે કારણે તે ટોક ઓફ ધ ટાઉન બને છે. હાલમાં જ એક ઈવેન્ટમાં પણ રણવીરે કંઈક આવું જ કર્યું, જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે. રણવીરે પાપારાઝીની સામે શ્રદ્ધા કપૂરના એક્સ બોયફ્રેન્ડ અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને લાત મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ઈન્સ્ટા યુઝર્સ આના પર ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

વીરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો એક ઈવેન્ટનો છે, જ્યાં ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા પાપારાઝીની સામે પોઝ આપતો જોવા મળે છે, જ્યારે રણવીર સિંહ પાછળથી આવે છે અને તેના મિત્રને મસ્તીમાં લાત મારે છે. આ જોઈને રોહન હસવા લાગે છે. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ઘણો ક્યૂટ લાગી રહ્યો છે અને રણવીર-રોહનની મિત્રતાના પ્રેમમાં પડી રહ્યા છે, તો બીજી તરફ રણવીર ઘણી કોમેન્ટ્સમાં ટ્રોલ પણ થયો છે. એક યુઝરે લખ્યું- ‘આ મિત્રતા ત્યારે થઈ હોત જ્યારે રોહને રણવીરને લાત મારી હોત.’ આ સિવાય તેને યુઝર્સ અપમાનજનક અને શરમજનક કહી રહ્યા છે.

કોણ છે રોહન શ્રેષ્ઠા

રોહન શ્રેષ્ઠા શ્રદ્ધા કપૂરનો એક્સ બોયફ્રેન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠનું ગયા વર્ષે બ્રેકઅપ થયું હતું. એક રિપોર્ટ મુજબ લગભગ ચાર વર્ષનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન શક્તિ કપૂરે કહ્યું હતું કે, ‘રોહન એક પારિવારિક મિત્ર છે અને હું તેના પિતાને ઘણા વર્ષોથી ઓળખું છું. રોહન અવારનવાર મળતો રહે છે પરંતુ લગ્ન માટે ક્યારેય શ્રદ્ધાનો હાથ માંગ્યો નથી. આજકાલના બાળકો પોતાના નિર્ણયો જાતે લે છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતથી લઈને મનોજ બાજપેયી સુધી, આ બોલિવુડ સેલેબ્સે બિહારનું નામ કર્યું રોશન, જાણો આ એક્ટર્સે કેટલો કર્યો છે અભ્યાસ

મીડિયા સામે સાધ્યું મૌન

તમને જણાવી દઈએ કે રોહન શ્રેષ્ઠા અને શ્રદ્ધા કપૂરે ક્યારેય મીડિયા સામે કથિત સંબંધો વિશે વાત કરી ન હતી. બંનેએ હંમેશા તેના વિશે કંઈપણ કહેવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને તેને વ્યક્તિગત મામલો ગણાવ્યો હતો. બ્રેકઅપના સમાચાર દરમિયાન પણ જ્યારે રોહનને પૂછવામાં આવ્યું તો તેને આ સવાલને અંગત બાબત ગણાવીને ટાળી દીધી. હવે બંને એક સાથે છે કે અલગ છે તે ચોક્કસ કહેવું ઘણું મુશ્કેલ છે.

Published On - 10:08 pm, Tue, 21 March 23