ટોક્યો ઓલિમ્પિક Tokyo Olympics માં સ્ટાર નિરજ ચોપરા (Neeraj Chopra) ના ગોલ્ડ જીતવા બાદ થી, તેની પર બાયોપિક બનવા પર વાત ચાલી રહી છે. ફેન્સ ટ્વીટર પર આ બાયોપિકમાં લીડ હિરો માટે પોતાની પસંદને પણ જાહેર કરી રહ્યા છે. સૌ કોઇ ભારતના ગોલ્ડન બોય ની કહાનીને મોટા પડદા પર જોવા માટે ઇચ્છે છે. આ વચ્ચે નિરજે પોતાની બાયોપીક (Biopic) ને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેણે બતાવ્યુ છે કે, તેના જીવન પર બાયોપિક બનવાને લઇને તે શુ વિચારે છે.
અત્યાર સુધી બોલીવુડમાં ઘણા સ્ટાર ખેલાડીઓના જીવન પર બાયોપિક બનાવવામાં આવી છે. જેમાં છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ, અનુભવી રમતવીર મિલ્ખા સિંહ, બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ચાહકોની માંગ છે કે હવે આ યાદીમાં આગળનું નામ નિરજ ચોપરાનું હોવું જોઈએ.
ચાહકો ગમે તે કહે, પણ નિરજને નથી લાગતું કે અત્યારે તેમના જીવન પર કોઈ ફિલ્મ બનવી જોઈએ. જ્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને બાયોપિક વિશે ખબર નથી. હું મારી રમત પર ધ્યાન આપવા માંગુ છું. જ્યારે હું રમવાનું બંધ કરીશ ત્યારે આ બધું સારું રહેશે. તે પછી તેમની પાસે એક નવી કહાની હશે. હાલમાં મને ફક્ત મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા દો. નિરજે વધુમાં કહ્યું કે તેને નથી લાગતું કે, કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ. તે આ વિશે રિટાયરમેન્ટ બાદ વિચારશે.
આ નિવેદનથી ચાહકો આશ્ચર્યચકિત છે. હકીકતમાં, નિરજ ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નિરજ ને તેની બાયોપિકના હીરો વિશે વાત કરવામાં આવી હતી. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો જવેલિન પર ફિલ્મ બને છે, તો કયો અભિનેતા પોતાનું પાત્ર સારી રીતે ભજવી શકે છે?
આ અંગે નિરજે કહ્યું હતુ કે, જો આવું થાય તો તે ખૂબ જ સારી બાબત છે. આમ તો હરિયાણાના રણદીપ હુડાને પસંદ છે. આ સિવાય અક્ષય કુમાર ખૂબ પસંદ છે. નિરજ ચોપરાની જીત બાદ તેના બંને પ્રિય કલાકારોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. તેને અભિનંદન આપતા અક્ષય કુમારે લખ્યું હતુ, આ ગોલ્ડ છે. નિરજ ચોપરા તમને આ જીત માટે હ્દયપૂર્વક અભિનંદન. આજે તમે કરોડો લોકોની ખુશીના આંસુ માટે જવાબદાર છો.