National Film Awards: ‘આર્ટિકલ 370’ બની ‘બેસ્ટ ફિલ્મ’, ‘યામી ગૌતમ’ અને ‘કાર્તિક આર્યન’ ચમક્યા

સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે ફિલ્મ 'આર્ટિકલ 370' નો દબદબો જોવા મળ્યો છે, જેને 'બેસ્ટ ફીચર ફિલ્મ' નો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ અભિનેત્રી યામી ગૌતમે બેસ્ટ એક્ટ્રેસ અને કાર્તિક આર્યને બેસ્ટ એક્ટરનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

National Film Awards: આર્ટિકલ 370 બની બેસ્ટ ફિલ્મ, યામી ગૌતમ અને કાર્તિક આર્યન ચમક્યા
Image Credit source: AI Generated
| Updated on: Jul 18, 2026 | 8:16 PM

ફિલ્મ ‘આર્ટિકલ 370’ એ આ વખતે ‘બેસ્ટ ફીચર ફિલ્મ’ (Best Feature Film) નો એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ફિલ્મમાં પોતાની દમદાર અદાકારી માટે અભિનેત્રી યામી ગૌતમને ‘બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલ’ જાહેર કરવામાં આવી છે.

નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિજેતાઓની જાહેરાત કરી. જાણીતા ફિલ્મમેકર જયરાજની આગેવાનીમાં 11 સભ્યોની જ્યુરીએ 2024 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા 1 જાન્યુઆરી 2024 અને 31 ડિસેમ્બર 2024 વચ્ચે સર્ટિફાય થયેલી ફિલ્મોની પસંદગી કરી હતી.

યામી ગૌતમે ફિલ્મ ‘આસ્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો. કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ માટે બેસ્ટ એક્ટર પસંદ કરવામાં આવ્યો. તેણે આ સન્માન ‘બ્રહ્મા યુગ્મ’ (મલયાલમ) મમૂટી સાથે શેર કર્યું. ‘આર્ટિકલ 370’ ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો, જ્યારે ‘શ્રીકાંત’ એ બેસ્ટ હિન્દી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો. બીજી તરફ, રાજકુમાર પેરિયાસામીને ‘અમરન’ (તમિલ) માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.

વિનર લિસ્ટ 2026

  1. બેસ્ટ એક્ટ્રેસ: યામી ગૌતમ (Article 370)
  2. બેસ્ટ ફીચર ફિલ્મ: આર્ટિકલ 370
  3. બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર: શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)
  4. બેસ્ટ એક્ટર એવોર્ડ: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)
  5. બેસ્ટ એક્ટર: મમૂટી (બ્રહ્મ યુગ્મ)
  6. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય મિશ્રા (ભક્ષક)
  7. બેસ્ટ ડાયરેક્ટર: રાજકુમાર પેરિયાસામી (અમરન)
  8. બેસ્ટ ડાન્સ કોરિયોગ્રાફી: આજ કી રાત
  9. બેસ્ટ એક્શન કોરિયોગ્રાફી: મહારાજા
  10. બેસ્ટ મલયાલમ ફિલ્મ: ફેમિનિચી ફાતિમા
  11. બેસ્ટ કન્નડ ફિલ્મ: મિથ્યા
  12. બેસ્ટ તમિલ ફિલ્મ: રાયણ
  13. બેસ્ટ ફીચર ફિલ્મ: કલ્કિ 2898 AD

શાહરૂખને બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ

71 મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ વિક્રાંત મેસીએ પોતાની એક્ટિંગનો દમ બતાવ્યા બાદ તેને ’12th Fail’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

સિસ્ટમનું કડવું સત્ય સામે લાવશે ‘The India Story’, ખેતીના નામે ચાલતા ‘ઝેરી ખેલ’ સામે કાજલ-શ્રેયસની જંગ

Follow Us