Money Laundering Case : 200 કરોડની છેતરપિંડી કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરને લઈને નવી-નવી વાતો સામે આવી રહી છે. આ કેસમાં સુકેશની સાથે બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. સુકેશ સાથે બંનેના લિન્કઅપના પુરાવા મળ્યા છે. જેના કારણે બંને અભિનેત્રીઓ પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો હિસ્સો બની રહે છે. હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે.
સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલ દ્વારા મીડિયાને એક ખુલ્લો પત્ર મોકલ્યો છે, જેમાં તેણે નોરા ફતેહી વિશે ઘણું બધું કહ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ નોરાએ આરોપ લગાવ્યો હતો કે સુકેશ તેને મોંઘી ભેટ આપીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો. જેના જવાબમાં હવે સુકેશનો પત્ર સામે આવ્યો છે. સુકેશે તેના પત્રમાં ખુલાસો કર્યો છે કે, નોરા ફતેહી જેકલીનથી ઈર્ષા કરતી હતી અને તે ઈચ્છતી હતી કે તે અભિનેત્રીને છોડી દે.
આ પણ વાંચો : Money Laundering Case : ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસને મળી મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન
જો રિપોર્ટ્સનું માનીએ તો, સુકેશ કહે છે, ‘જેકલીન અને તે સીરિયસ રિલેશનશિપમાં હતા અને આ જ કારણ હતું કે નોરા જેકલીનથી ચિડાઈ ગઈ હતી. આટલું જ નહીં, તે એમ પણ કહે છે કે નોરાએ તેને જેકલીન વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. નોરા ઈચ્છતી હતી કે તે જેકલીનને છોડીને તેને ડેટ કરે.
સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં આગળ લખ્યું, નોરા તેને દિવસમાં લગભગ 10 વખત ફોન કરતી હતી, પરંતુ તેણે તેના કોલનો જવાબ આપ્યો ન હતો. નોરા તેને કહેતી હતી કે તે તેને પાછો કોલ બેક કરે. સુકેશ એ પણ કહે છે કે, નોરાએ આર્થિક અપરાધ બ્યુરોની સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. સાથે જ પત્રમાં નિક્કી તંબોલી અને ચાહત ખન્નાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુકેશના કહેવા પ્રમાણે, આ બંને અભિનેત્રીઓ તેને માત્ર પ્રોફેશનલ કામ માટે જ મળતી હતી.
સુકેશે પોતાના પત્રમાં નોરાના નિવેદનોને પણ નકારી કાઢ્યા છે. તે કહે છે કે નોરાએ ખોટું કહ્યું કે તે કાર લેવા માંગતી નથી. આ સૌથી મોટું જૂઠ છે. જ્યારે નોરા તેને મળતી ત્યારે તેની પાસે મોંઘી કાર ન હતી, પરંતુ અમે બંનેએ લક્ઝરી કાર સિલેક્ટ કરી. સુકેશે વધુમાં જણાવ્યું કે, નોરાની વિદેશી નાગરિકતાના કારણે કાર તેના મિત્ર બોબીના નામે રજીસ્ટર કરવામાં આવી હતી.