Money Laundering Case : કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝની અરજી કરી મંજૂર, દુબઈ જવાની આપી મંજૂરી

|

Jan 27, 2023 | 3:07 PM

Money Laundering Case : 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનું નામ સતત સામે આવી રહ્યું છે. આ કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

Money Laundering Case : કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝની અરજી કરી મંજૂર, દુબઈ જવાની આપી મંજૂરી
Money Laundering Case
Image Credit source: Instagram

Follow us on

Money Laundering Case : 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનું નામ સતત સામે આવી રહ્યું છે. આ કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તાજેતરમાં જ જેકલીને કોર્ટમાં અરજી કરી હતી. તેણે દુબઈ જવાની પરવાનગી માંગી હતી. આ કેસમાં હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દુબઈ જવાની પરવાનગી આપી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની પટિયાલા કોર્ટે જેકલીન ફર્નાન્ડિસને કેટલીક શરતો સાથે દુબઈ જવાની પરવાનગી આપી છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે અભિનેત્રીને રાહત આપતા કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, તે પોતાની વિદેશ યાત્રા દરમિયાન જ્યાં પણ હશે તેની માહિતી આપતી રહેશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચો : Money Laundering Case : ‘જેકલિનથી ઈર્ષા કરતી હતી નોરા, મને કહેતી હતી કે…’, સુકેશ ચંદ્રશેખરે કર્યો નવો ખુલાસો

જેક્લીન ફર્નાન્ડિસ ઓસ્કાર માટે નોમિનેટ

જેકલીનના વકીલે વધુમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે તપાસમાં એક વળાંક આવ્યો છે, પરંતુ અત્યાર સુધી કોર્ટ દ્વારા જે પણ નિયમો અને શરતો લાદવામાં આવ્યા છે, જેકલીન હંમેશા તેનું પાલન કરતી રહી છે. જેકલીનને ગઈકાલે જ ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે, તેથી જો તેને દુબઈ જવા દેવામાં નહીં આવે તો તેની સીધી અસર જેકલીન અને કંપની વચ્ચેના કરાર પર પડશે.

જેકલીનના વકીલની અરજીના જવાબમાં EDએ કહ્યું કે, જેક્લીન ફર્નાન્ડિસને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે, તે સારી વાત છે પરંતુ ઈવેન્ટ દુબઈમાં નહીં પરંતુ લોસ એન્જલસમાં યોજાશે, દુબઈ જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

શા માટે માંગવામાં આવી હતી પરવાનગી?

વાસ્તવમાં જેકલીન 27થી 30 જાન્યુઆરી દરમિયાન પેપ્સિકો ઇન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવાની હતી. પોતાની પ્રોફેશનલ કમિટમેન્ટના કારણે જેકલીને કોર્ટમાં અરજી કરી હતી. જેને હવે મંજુરી આપવામાં આવી છે. હવે જેકલીન દુબઈ જઈ શકે છે. જો કે કોર્ટે આજે જ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. રિપોર્ટ અનુસાર, જજ કહે છે, ‘અમે જાણીએ છીએ કે જેક્લીન પર ગંભીર આરોપો છે, કોર્ટમાં સુનાવણી નિર્ણાયક તબક્કે છે, જેકલીન ફર્નાન્ડિસને પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવી છે, તેથી તેને શરતો સાથે દુબઈ જવાની છૂટ આપવામાં આવી છે.

EDએ જેકલીનની અરજીનો કર્યો હતો વિરોધ

જ્યારે જેકલીન ફર્નાન્ડિઝે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 27 થી 30 જાન્યુઆરી સુધી દુબઈ જવાની પરવાનગી માંગી હતી. જે બાદ EDએ આગળ આવીને જેકલીનની આ અરજીનો વિરોધ કર્યો હતો. જો કે કોર્ટે જેકલીનની અરજીને કેટલીક શરતો સાથે સ્વીકારી છે.

Next Article