MET Gala 2023: કેવી રીતે 4 દિવસ સુધી પુત્રી રાહાથી દૂર રહી આલિયા ભટ્ટ? જુઓ Video

MET Gala 2023: આલિયા ભટ્ટના (Alia bhatt) સફળ મેટ ગાલા ડેબ્યૂ પછી વોગએ તેની યુટ્યુબ ચેનલ પર 'ઈનસાઈડ આલિયા ભટ્ટ ફર્સ્ટ મેટ ગાલા' નામનો વિડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં આલિયાએ જણાવ્યું છે કે તે કેવી રીતે 4 દિવસ પુત્રી રાહાથી દૂર રહી.

MET Gala 2023: કેવી રીતે 4 દિવસ સુધી પુત્રી રાહાથી દૂર રહી આલિયા ભટ્ટ? જુઓ Video
Alia Bhatt
| Edited By: | Updated on: May 05, 2023 | 6:34 PM

હાલમાં જ્યારે આલિયા ભટ્ટે (Alia bhatt) મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું ત્યારે બધાની નજર તેના પર હતી. તે ઘણી વાર તેની ફેશન સેન્સથી તેના ફેન્સને દિવાના બનાવી દે છે, પરંતુ આ ગ્લોબલ ઈવેન્ટ ખાસ હતી. તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી અને તેના ફેન્સને રેડ કાર્પેટ પરથી ઘણી તસવીરો વાયરલ થઈ રહી હતી. હવે મેટ ગાલા શો પૂરો થઈ ગયો છે, તે શહેરમાં પરત આવી ગઈ છે. વોગએ તેની યુટ્યુબ ચેનલ પર “ઈનસાઈડ આલિયા ભટ્ટની ફર્સ્ટ મેટ ગાલા” ટાઈટલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસ ઘણી બાબતો વિશે વાત કરે છે. જ્યારે તેણે તેની પુત્રી રાહા વિશે વાત કરી ત્યારે તેની એક બાબતએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

કેવી રીતે 4 દિવસ સુધી પુત્રી રાહાથી દૂર રહી આલિયા ભટ્ટ

વોગ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વીડિયોમાં તમે આલિયા ભટ્ટની પહેલી મેટ ગાલા મુલાકાતની ઝલક જોઈ શકો છો. તેની પહેલી રાત માટે આલિયાનો ડ્રેસ જોવાથી લઈને, તેણીના આઉટફિટ પર પહેલી વખત ટ્રાયલ કરવાથી લઈને લાસ્ટ ઈવેન્ટ માટે તૈયાર થવા સુધી, આ વીડિયોમાં બધું જ જોવા મળે છે.

જ્યારે આલિયા ઈવેન્ટ પહેલા તેનો મેક-અપ કરાવી રહી હતી, ત્યારે તે વાત કરી રહી હતી કે તે કેવી રીતે તેની પુત્રી રાહાથી અત્યાર સુધીના સૌથી લાંબા સમયથી દૂર છે. તેણે કહ્યું, “હું મારી પુત્રી રાહાથી સૌથી વધુ સમય દૂર રહી નથી અને તે હવે લગભગ 6 મહિનાની છે અને આ પહેલા હું તેનાથી માત્ર 24 કલાક એટલે કે એક દિવસ દૂર રહી હતી અને હવે તેને લગભગ 4 દિવસ થવા જઈ રહ્યા છે. હું જાગી જાઉં કે તરત જ મને વીડિયો કોલ કરવા માટે થોડી સેકન્ડ મળે છે.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Viral Video: પ્રિયંકા ચોપરા પબ્લિકમાં બધા સામે પડતા પડતા બચી, નિક જોનસે એક્ટ્રેસને પકડી, ક્યૂટ વીડિયો થયો વાયરલ

આ ફિલ્મમાં જોવા મળશે આલિયા ભટ્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો આલિયા ભટ્ટ પાસે ઘણાં બધાં પ્રોજેક્ટ્સ છે. એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, તેની પાસે કરણ જોહરની રોકી અને રાની લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે. આલિયા જાસૂસી થ્રિલર હાર્ટ ઓફ સ્ટોન સાથે હોલીવુડમાં પણ ડેબ્યૂ કરશે, જેમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન છે. આ સિવાય તે પ્રિયંકા અને કેટરીના સાથે જી લે જરામાં પણ જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…