સપનું અધૂરું રહી ગયું! ડેબ્યૂ ફિલ્મની રિલીઝ પહેલા મલયાલમ ફિલ્મ મેકરનું અવસાન

Joseph Manu James Death: સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર જોસેફ મનુ જેમ્સનું નિધન થયું છે. જોસેફ મનુ જેમ્સે 25 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા.

સપનું અધૂરું રહી ગયું! ડેબ્યૂ ફિલ્મની રિલીઝ પહેલા મલયાલમ ફિલ્મ મેકરનું અવસાન
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:55 PM

મલાયલમ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર જોસેફ મનુ જેમ્સનું નિધન થયું છે. જોસેફ મનુ જેમ્સે 25 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા. જોસેફ મનુ જેમ્સ, 31, કેરળના એર્નાકુલમના અલુવાની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર એર્નાકુલમ ખાતે 26 ફેબ્રુઆરી, રવિવાર, બપોરે 3 વાગ્યે કરવામાં આવ્યા હતા.

અભિનેતાનું નિઘન

મળતી માહિતી અનુસાર, ડોક્ટરોનું કહેવું છે કે, મેન જેમ્સને ન્યુમોનિયા થયો હતો. આ બીમારીની જાણ થતાં જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હેપેટાઈટીસને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે, જોસેફ મનુ જેમ્સ ફિલ્મમેકર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા હતા. તેની પ્રથમ ફિલ્મ નેન્સી રાની રિલીઝ માટે તૈયાર હતી. એવું માનવામાં આવે છે કે તેની ફિલ્મ પણ આગામી દિવસોમાં રિલીઝ થશે. પરંતુ તેનું સપનું પૂરું થાય તે પહેલા જ તેનું અવસાન થયું.

આ પણ વાંચો : Nazar Lag Jayegi Song Lyrics : જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું “નઝર લગ જાયેગી” સોન્ગના ફુલ Lyrics વાંચો

 

 

 

જોસેફ મનુ જેમ્સના મૃત્યુના સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમેકર બનતા પહેલા મનુ જેમ્સ એક શાનદાર એક્ટર પણ છે. તેણે 2004માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકે તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. મલયાલમ સિવાય જોસેફ મનુ જેમ્સે પોતાની મહેનતથી કન્નડ સિનેમામાં પોતાનું સ્થાન બનાવ્યું.

આ પણ વાંચો : Huma Qureshi Viral Video : શું ‘પ્રેગનેન્ટ’ છે હુમા કુરેશી ? સામે આવ્યો એક્ટ્રેસનો વીડિયો, જોઈને યુઝર્સે કર્યા સવાલ

જોસેફ મનુ જેમ્સની ફિલ્મ નેન્સી રાની વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં આહાના કૃષ્ણા અને અર્જુન અશોકન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દુઃખદ સમાચાર સાંભળીને બંનેએ શોક વ્યક્ત કર્યો છે. આહાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું, રેસ્ટ ઇન પીસ મનુ! તારી સાથે આવું ન થવું જોઈતું હતું.”

Published On - 2:08 pm, Mon, 27 February 23