Celebs Childhood Pics: બોલિવુડની દુનિયામાં નામ કમાવવું દરેક લોકો જાણે છે. પરંતુ તમામના નસીબ તેનો સાથ આફતા નથી, કેટલાક લોકો તનતોડ મહેનત કરી મોટી સફળતા મેળવી લે છે તો કેટલાક લાખ મહેનત કરવા છતાં ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી શકતા નથી. કેટલાક લોકો કિસ્મત અને મહેનત બંન્નેનું કોમ્બિનેશન એવો સાથ આપે છે કે, બોલિવુડમાં એક મોટું નામ કમાય લે છે.
જે ફોટો તમારી સામે છે તેમાં 2 નાની બાળકીઓ જોવા મળી રહી છે. આ બંન્ને બાળકીઓ સામાન્ય છોકરીઓ નથી પરંતુ બોલિવુડનું જાણીતું નામ છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે, આખરે આ બંન્ને બાળકીઓ છે કોણ
આ પણ વાંચો : રિલીઝ પહેલા Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો થયો લીક, અભિનેતા બીચ પર શૂટિંગ કરતો જોવા મળ્યો
ફોટોમાં જોવા મળી રહેલી આ બાળકીઓ કોઈ સામાન્ય બાળકીઓ નથી. એક છે મલાઈકા અરોરા અને બીજી છે તેની નાની બહેન અમૃતા અરોરા. બંન્ની ક્યુટ સ્માઈલ ખુબ સુંદર લાગી રહી છે. અમૃતા અરોરા કોઈ ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ મલાઈકા અરોરા ફેશન, ફિટનેસ,આઈટમ સોન્ગ કરી મોટું નામ કમાયું છે. અમૃતા ભલે બોલિવુડની દુનિયાથી દુર હોય પરંતુ તે હાલમાં કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. મલાઈકાએ પોતાના બાળપણનો ફોટો શેર કર્યો છે.
અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરી રહી છે. અર્જુનની ઉંમર માત્ર 37 વર્ષની છે. મલાઈકા 49 વર્ષની છે. બંન્નેનું બોન્ડિંગ અને કેમેસ્ટ્રિ શાનદાર છે.મલાઈકા કહી ચૂકી છે કે, આને લઈ તેને કોઈ ફરક પડતો નથી. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર એક કરોડ 75 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ટ્રોલ્સ અને કોમેન્ટ કરનારાઓને નજર અંદાજ કરીને, મલાઈકા પોતાનું જીવન શાનદાર રીતે જીવે છે. મલાઈકાના નવા ગીતો રિલીઝ થતા રહે છે. મલાઈકા થોડા સમય પહેલા હોટ સ્ટારના રિયાલિટી શો મૂવિંગ વિથ મલાઈકામાં જોવા મળી હતી, જેમાં તેણે પોતાના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…