Malaika Arora Trolled: ‘કિતના એટીટ્યુડ હૈ’, નેટીઝન્સને ન ગમ્યું મલાઈકાનું તેના ફેન્સ સાથેનું વર્તન, જુઓ Video

Malaika Arora Trolled: મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર સેલેબ્સમાંથી એક છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. હાલમાં મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સે તેને ટ્રોલ કરી રહ્યા છે.

Malaika Arora Trolled: કિતના એટીટ્યુડ હૈ, નેટીઝન્સને ન ગમ્યું મલાઈકાનું તેના ફેન્સ સાથેનું વર્તન, જુઓ Video
Malaika Arora
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:50 PM

Malaika Arora Trolled: મલાઈકા અરોરા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર સેલેબ્સમાંથી એક છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. જ્યારે મલાઈકા તેના ઘરની બહાર આવે છે, ત્યારે તેની સાથે સેલ્ફી લેનારાઓની ભાગદોડ થઈ જાય છે. હવે મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આ કારણે ટ્રોલ થઈ મલાઈકા અરોરા

વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા બિલ્ડિંગના ગેટ પર ઉભી છે અને એક ઓટો રિક્ષા ડ્રાઈવર ત્યાં પહોંચે છે, જે એક્ટ્રેસ સાથે સેલ્ફી લેવા માંગે છે. ડ્રાઈવર તેના વાળ સેટ કરવા લાગે છે અને જ્યારે તે પોતાના મોબાઈલનો કેમેરો ઓન કરે છે, ત્યારે જ મલાઈકા બિલ્ડિંગની અંદર જાય છે. યુઝર્સને ફેન્સ માટે મલાઈકાની આ અંદાજ પસંદ ન આવ્યો અને મલાઈકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

નેટીઝન્સે મલાઈકાને કરી ખૂબ ટ્રોલ

મલાઈકા અરોરાના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તો ક્યા વેટ નહીં કર શકતી કુછ સેકન્ડ’. અન્ય યુઝરે લખ્યું, ‘માનવતા બિલકુલ નથી. કેવો એટિટ્યુડ. ફ્લોપ હિરોઈન. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે શરમ આવવી જોઈએ. આ રીતે ઓટો ડ્રાઈવર સાથે સેલ્ફી ન લેવા બદલ નેટીઝન્સ મલાઈકા અરોરા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: શ્રીનગર એરપોર્ટ પર ભીડમાં ફસાયો શાહરૂખ ખાન, વીડિયો જોઈને ફેન્સે કર્યા વખાણ

અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે મલાઈકા

મલાઈકા અરોરાએ હાલમાં જ શો મૂવિંગ ઈન વિથ મલાઈકાથી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં મલાઈકાએ પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી, મલાઈકા અરોરા હાલમાં એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ કપલે ક્યારેય પોતાના સંબંધોને છુપાવ્યા નથી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…