Mahesh Babu Family Tree : પિતા, પત્ની, ભાઈ, બહેન રહી ચૂક્યા છે સફળ સ્ટાર, પુત્રી એક ફોટોશૂટ માટે લે છે ભારે ભરખમ ફી

|

Aug 09, 2023 | 7:44 AM

ટોલીવુડના પ્રખ્યાત સુપરસ્ટાર ક્રિષ્નાનું (મહેશબાબુના પિતા) પૂરું નામ કૃષ્ણા ઘટ્ટમાનેની છે. તેણે 350 ફિલ્મોમાં કામ કર્યું છે. મહેશ બાબુ (Mahesh Babu )ના પિતા સમયના ટોચના કલાકારોમાંના એક હતા. આ સિવાય તેઓ એક સફળ નિર્દેશક અને નિર્માતા હતા. તેમને 2009માં પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

Mahesh Babu Family Tree : પિતા, પત્ની, ભાઈ, બહેન રહી ચૂક્યા છે સફળ સ્ટાર, પુત્રી એક ફોટોશૂટ માટે લે છે ભારે ભરખમ ફી

Follow us on

Mahesh Babu Family Tree: નમ્રતાએ માત્ર બોલિવૂડમાં જ કામ કર્યું નથી પરંતુ તેણે મલયાલમ જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. ફિલ્મ ‘વામસી’ના સેટ પર તેનો રીલ પ્રેમ ક્યારે રિયલ લાઈફમાં ફેરવાઈ ગયો તેની તેને ખુદને ખબર ન હતી. (Mahesh Babu ) બે બાળકો એક પુત્ર ગૌતમ અને એક પુત્રી સિતારા છે. બંને કલાકારો તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.તમને જાણીને નવાઈ લાગશે કે મહેશ બાબુની પુત્રી એક ફોટોશૂટ માટે સિતારાએ 1 કરોડ રૂપિયાની મોટી રકમ એકઠી કરી છે. જે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની ફી બરાબર છે.

આ પણ વાંચો : Allu Arjun Family Tree : અલ્લુ અર્જુન અને રામ ચરણ છે મામા-ફઈના છોકરા, ઘરમાં 1 નહીં 10 એક્ટર્સ, સાઉથના સૌથી મોટા પરિવારને મળો

મહેશ બાબુના પરિવાર (Mahesh Babu Family )માં કોણ કોણ છે

મહેશ બાબુના પિતા કૃષ્ણાએ બે લગ્ન કર્યા હતા. તેમને તેમની પ્રથમ પત્ની ઈન્દિરાથી 5 બાળકો હતા. જેમાં મહેશ બાબુ, રમેશ બાબુ, પદ્માવતી, મંજુલા, પ્રિયદર્શિનીનો સમાવેશ થાય છે. કૃષ્ણાની બીજી પત્ની અભિનેત્રી વિજય નિર્મલા હતી. મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો. મહેશ બાબુ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે માત્ર 4 વર્ષની ઉંમરે જ એક્ટિંગ સાથે જોડાયા હતા. કદાચ આ જ કારણ છે કે તેને ‘પ્રિન્સ ઓફ ટોલીવુડ’ પણ કહેવામાં આવે છે. આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોંઘા સ્ટાર્સમાં થાય છે. તો ચાલો આજે મહેશબાબુના જન્મદિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

 

રમેશ બાબુ ફિલ્મ નિર્માતા, અભિનેતા હતા. 8 જાન્યુઆરી 2022ના રોજ તેમનું અવસાન થયું હતું. તેલુગુ સિનેમામાં તેમનું મહત્વનું યોગદાન હતું. લીવરની બિમારીને કારણે 56 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

મહેશ બાબુને બધા ઓળખે છે. તે તેલુગુ સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે. મહેશ બાબુએ 2005માં અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો છે.

મહેશ બાબુની બહેન પદ્માવતીએ ગલ્લા જયદેવ સાથે લગ્ન કર્યા હતા. જયદેવ એક જાણીતા રાજકારણી અને ઉદ્યોગપતિ છે. કપલને બે બાળકો છે. એક પુત્ર (સિદ્ધાર્થ ગલ્લા) રાજકારણી છે અને બીજો પુત્ર (અશોક ગલ્લા) અભિનેતા છે.

મંજુલા વ્યવસાયે એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે. તે તેલુગુ સિનેમામાં સક્રિય છે. મંજુલાએ નિર્માતા અને અભિનેતા સંજય સ્વરૂપ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી છે. મંજુલાની પોતાની ભાભી નમ્રતા સાથે સારી રીતે બને છે. મંજુલા પણ એક મેડિટેટર છે જે છેલ્લા 20 વર્ષથી મેડિટેટર કરી રહી છે.

મહેશ બાબુની નાની બહેન પ્રિયદર્શિની ઈન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. પરંતુ તેણે અભિનેતા-નિર્માતા સુધીર બાબુ સાથે લગ્ન કર્યા. દંપતીને બે બાળકો છે.

મહેશ બાબુની સાવકી માતા અને તેના પિતાની બીજી પત્ની વિજય નિર્મલા વિશે વાત કરીએ. વિજય વ્યવસાયે અભિનેત્રી, દિગ્દર્શક, નિર્માતા હતા. છ દાયકાની કારકિર્દીમાં, તેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમના પ્રથમ લગ્ન કૃષ્ણ મૂર્તિ સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર છે, નરેશ, જે એક અભિનેતા છે. બાદમાં વિજય અને કૃષ્ણાના લગ્ન થયા. વિજયાનું 2019માં 73 વર્ષની વયે અવસાન થયું હતું.

સાઉથ એક્ટર મહેશ બાબુના સાવકા ભાઈ નરેશ બાબુ હાલના દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તે તેના ચોથા લગ્નને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. તે 58 વર્ષની ઉંમરે પરિણીત અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

મહેશ બાબુ આગામી ફિલ્મ

મહેશ બાબુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, હાલના દિવસોમાં અભિનેતા ત્રિવિક્રમ શ્રીનિવાસની એક્શન ડ્રામા ફિલ્મ ‘ગુંટુર કરમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 13 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article