Happy Birthday Mahesh Babu : આજે છે ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુનો જન્મદિવસ છે, બોલીવુડ અભિનેત્રી પર આ રીતે આવ્યું દિલ

|

Aug 09, 2023 | 7:06 AM

નમ્રતા શિરોડકર સાથે મહેશ બાબુ (Mahesh Babu)ની પહેલી મુલાકાત તેલુગુ ફિલ્મ 'વામસી'ના મુહૂર્તમાં થઈ હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાંની સાથે જ બંનેની લવસ્ટોરી પણ શરૂ થઈ ગઈ હતી.

Happy Birthday Mahesh Babu : આજે છે ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુનો જન્મદિવસ છે, બોલીવુડ અભિનેત્રી પર આ રીતે આવ્યું દિલ

Follow us on

Happy Birthday Mahesh Babu: મહેશ બાબુ (Mahesh Babu) આ નામ સાઉથ સિનેમાની ગલીઓમાં ગુંજે છે જાણે આ નામ વગર ઈન્ડસ્ટ્રી અધૂરી છે. જી હા, સાઉથના પાવરફુલ એક્ટર તરીકે લાખો ચાહકોના દિલો પર કબજો જમાવનાર મહેશ બાબુ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે મહેશ 48 વર્ષનો થયા છે. અભિનેતાએ તેના અભિનયની સાથે સાથે સુંદરતાથી લોકોને ઘાયલ કર્યા છે. હાલના દિવસોમાં સમગ્ર વિશ્વમાં સાઉથ ઈન્ડસ્ટ્રીનો ક્રેઝ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, અભિનેતાના જન્મદિવસના આ અવસર પર, તેના ચાહકો પણ તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જાણવા માટે ઉત્સુક હશે, જે તેઓ ભાગ્યે જ જાણતા હશે. તો ચાલો જાણીએ મહેશ બાબુ કેવી રીતે ફેમસ થયા?

ઈન્ડસ્ટ્રીના મોંઘા સ્ટાર્સ

મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો. મહેશ બાબુ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે માત્ર 4 વર્ષની ઉંમરે જ એક્ટિંગ સાથે જોડાયા હતા. કદાચ આ જ કારણ છે કે તેને ‘પ્રિન્સ ઓફ ટોલીવુડ’ પણ કહેવામાં આવે છે. આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોંઘા સ્ટાર્સમાં થાય છે.

આ પણ વાંચો : Allu Arjun Family Tree : અલ્લુ અર્જુન અને રામ ચરણ છે મામા-ફઈના છોકરા, ઘરમાં 1 નહીં 10 એક્ટર્સ, સાઉથના સૌથી મોટા પરિવારને મળો

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

મહેશબાબુનું દિલ કોના પર આવ્યું?

મહેશ બાબુની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. અભિનેતા બોલિવૂડ અભિનેત્રીથી એટલો પ્રભાવિત હતો કે તેણે તેણીને પોતાની બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા.

બંને કેવી રીતે મળ્યા?

‘ફેમિના મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીતી ચૂકેલી અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે મહેશ બાબુની પહેલી મુલાકાત તેલુગુ ફિલ્મ ‘વામસી’માં થઈ હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાંની સાથે જ બંનેની લવસ્ટોરી પણ શરૂ થઈ ગઈ હતી. કદાચ મહેશ અને નમ્રતાને પણ આ વાતની જાણ ન હતી. પરંતુ સમય જતાં બંનેની મુલાકાતો વધતી ગઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો બંને મીડિયાની સામે પોતાના સંબંધોને સ્વીકારવાનું ટાળતા હતા. આ પછી, લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના શૂટિંગના અંત સુધીમાં જે દરમિયાન બંનેએ વાત કરવાનું શરૂ કર્યું, બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા.

પત્ની લગ્ન બાદ ફિલ્મી દુનિયાથી દૂર

10 ફેબ્રુઆરી, 2005 ના રોજ, બંનેએ સાત ફેરા લીધા, તેમના પ્રેમથી ભરેલા સંબંધને નામ આપ્યું અને આ સુંદર સંબંધ આજ સુધી ચાલુ છે. બોલિવૂડ અભિનેત્રી નમ્રતાએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે લગ્ન પછી ફિલ્મી કરિયરને અલવિદા કહી દેશે અને તેણે એવું જ કર્યું. હવે અભિનેત્રી ફિલ્મોથી દૂર છે જ્યારે મહેશ બાબુએ ફિલ્મ દુનિયામાં પોતાના જબરદસ્ત અભિનયથી કરોડો લોકોના દિલ લૂટી લીધા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article