
સલમાન ખાનની બિગ બજેટ વોર ડ્રામા Maatrubhumi લાંબા સમયથી સેન્સર બોર્ડમાં અટવાયેલી પડી છે. આ ફિલ્મમાં સલમાન ખાને કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવ્યું છે. દર્શકો આ મુવી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ મુવીના રિલીઝમાં સતત વિલંબ થઈ રહ્યો છે.
વીતેલા દિવસે એવા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા કે, માતૃભૂમિને સેન્સર બોર્ડ તરફથી થોડી રાહત મળી ગઈ છે. હવે જો તાજેતરના અહેવાલોનું માનીએ તો, આ સમાચાર તદ્દન પાયાવિહોણા છે અને સેન્સર બોર્ડનું વલણ હજુ સુધી માતૃભૂમિને લઈને નરમ પડ્યું નથી. એવામાં Maatrubhumi ક્યારે રિલીઝ થશે? તે હજુ સ્પષ્ટ નથી.
Wait, what?!
Contrary to reports, #SalmanKhan‘s #Maatrubhumi has NOT gotten CBFC relief yet
Rumour mill vs Reality. What do you guys think is happening?https://t.co/ANyzUvBT8C
— BollyHungama (@Bollyhungama) September 15, 2026
સૂત્રના જણાવ્યા અનુસાર, “માતૃભૂમિને સેન્સર બોર્ડ તરફથી કોઈ રાહત મળી નથી. કાશ જે સમાચાર ઈન્ટરનેટ પર ફેલાઈ રહ્યા છે, તે સાચા હોત પરંતુ તે ખોટા છે. માતૃભૂમિની રિલીઝ ડેટનો રસ્તો હજુ સુધી સાફ થઈ રહ્યો નથી, જેના કારણે મારું દિલ પણ દુખી થઈ રહ્યું છે. ફિલ્મની રિલીઝ પર અટકાયતનું કારણ ચાઇના કનેક્શન છે.”
સૂત્રએ પોતાની વાત આગળ વધારતા કહ્યું છે, “માતૃભૂમિના મેકર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે કે, તેની રિલીઝ ડેટનો રસ્તો સાફ થઈ જાય, જેના માટે તેઓ સરકાર સાથે સતત ચર્ચામાં છે. હવે જેવું સીબીએફસી (CBFC) માતૃભૂમિને પાસ કરશે, તે સાથે જ મેકર્સ તેને રિલીઝ કરવાની તૈયારીઓમાં લાગી જશે. CBFC તરફથી તેને ક્યારે સર્ટિફિકેટ મળશે, તે હજુ સ્પષ્ટ નથી.”
EXCLUSIVE: No CBFC Relief yet for Salman Khan’s #Maatrubhumi ❌
There has been NO update about its CBFC screening of the movie. It is still stuck due to its China connection.
Makers are trying their best to find a solution and are in touch with the relevant government officials… pic.twitter.com/GQIqPe05Ri
— Box Office Chronicle (@BoxOffice_Truth) September 15, 2026
ડાયરેક્ટર અપૂર્વ લાખિયા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ Maatrubhumi ગલવાન ઘાટીમાં થયેલા ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે. આ દિવસોમાં ભારત-ચીનના સંબંધો ખૂબ જ નાજુક છે, જેના કારણે સેન્સર બોર્ડ તરફથી તેને લીલી ઝંડી મળી રહી નથી. હવે જ્યાં સુધી સેન્સર બોર્ડ આ બાબતે એક પગલું આગળ નથી વધારતું, ત્યાં સુધી Maatrubhumi અટવાયેલી જ રહેશે.