
Priyanka Chopra Hollywood Movie Love Again: અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ તેની સિરિઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. હવે તેની ફિલ્મ લવ અગેન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હોલિવૂડ ફિલ્મ લવ અગેનનું ન્યૂયોર્કમાં પ્રીમિયર થયું. જ્યાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકાએ તેના કો-સ્ટાર સેમ હ્યુગનને કિસ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લવ અગેઇનના પ્રીમિયરમાં પ્રિયંકા નિક પહોંચી હતી. પ્રિયંકાએ બ્લશ બ્લુ ગાઉન સાથે હાઈ હીલ્સ પહેરી હતી, જેમાં તે નિક કરતાં ઘણી ઊંચી દેખાતી હતી. ઓફ શોલ્ડર ગાઉન તેની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા હતા. નિક જોનાસે પ્રિયંકાના લુકને પૂર્ણ કરવા માટે ગ્રે સૂટ પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સ્માર્ટ લાગતા હતા.પ્રિયંકાને રેડ કાર્પેટ પર જોઈને હોલિવૂડ સ્ટાર સેમ હ્યુગને તેને કિસ કરી હતી. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની આ ફિલ્મમાં તેના પતિ નિક જોનાસ પણ જોવા મળવાના છે. ફિલ્મમાં નિકનો કેમિયો રોલ છે.
આ પણ વાંચો : અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે આ 7 બોલિવુડ સેલિબ્રિટી, નથી કરતા પસંદ, જાણો કોણ છે આ લિસ્ટમાં
લવ અગેઇનમાં પ્રિયંકા ચોપરા જોનાસ એક એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે તેના પતિના મૃત્યુ પછી જાણતી નથી કે તેનો નંબર કોઈ અન્ય એટલે કે સેમ હ્યુગન ઉપયોગ કરી રહ્યું છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સિટાડેલના પ્રમોશન બાદ હવે પ્રિયંકા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથે મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…