ભગવાન કૃષ્ણએ જેનો અંત કર્યો, એ જ ‘રાક્ષસ’ ફરી જીવતો થયો! ‘Kaaliya’ ની પહેલી ઝલક જોઈ રૂંવાડાં ઊભા થઈ જશે

ભગવાન કૃષ્ણએ જે રાક્ષસને દૂર મોકલી દીધો હતો, તે ફરી પાછો આવે તો શું થાય? કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ 'કાલિયા' આ જ રહસ્યમય અને રોમાંચક કથા લઈને આવી રહી છે, જેની રિલીઝ ડેટ અને ટીઝર સામે આવતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભગવાન કૃષ્ણએ જેનો અંત કર્યો, એ જ રાક્ષસ ફરી જીવતો થયો! Kaaliya ની પહેલી ઝલક જોઈ રૂંવાડાં ઊભા થઈ જશે
| Updated on: Nov 22, 2026 | 1:43 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને હંમેશા પોતાની ફિલ્મોથી લોકોનું ખૂબ દિલ જીત્યું છે. કાર્તિક આર્યનના હાથમાં અત્યારે ‘નાગઝિલા’, ‘કેપ્ટન ઇન્ડિયા’ અને ‘લડાકૂ’ જેવી ઘણી મૂવીઝ છે. એવામાં હવે કાર્તિક આર્યનના હાથમાં ધર્મા પ્રોડક્શનની વધુ એક ફિલ્મ આવી છે, જે માયથોલોજિકલ થ્રિલર હોવાની છે.

ભગવાન કૃષ્ણ અને કાલિયાની કથા

આ ફિલ્મની જાહેરાત કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરી છે, જેના ટાઇટલ અને રિલીઝ ડેટ પરથી પણ પડદો ઊંચકાઈ ગયો છે. એટલું જ નહીં, કરણ જોહરે અપકમિંગ મૂવીની ઝલક પણ બતાવી, જે જોઈને કોઈના પણ રૂંવાડાં ઊભા થઈ જાય. કાર્તિક આર્યન સ્ટારર આ મૂવી ભગવાન કૃષ્ણ અને કાલિયાની કથા સાથે જોડાયેલી છે.

કાર્તિક આર્યન (Kartik Aaryan) ની આ અપકમિંગ મૂવીનું નામ ‘Kaaliya’ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, એક માતા પોતાના બાળકને ભગવાન કૃષ્ણ અને કાલિયાની વાર્તા સંભળાવે છે, જેમાં ભગવાન કૃષ્ણ તેને હરાવીને ભગાડી દે છે. જો કે, હવે એ રાક્ષસ ફરીથી આવી ગયો છે. ટીઝરમાં તે પ્રાણી પર હુમલો કરતો પણ જોવા મળ્યો.

આ ટીઝરના કેપ્શનમાં કરણ જોહરે લખ્યું, “ભગવાન કૃષ્ણે તેને દૂર મોકલી દીધો હતો પરંતુ અમે માણસો તેને પાછો લઈ આવ્યા છીએ. ધર્મા પ્રોડક્શન્સ અને ડોપામાઈન સ્ટુડિયો રજૂ કરે છે ‘કાલિયા’, જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ વર્ષ 2028 માં 5 May ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.”

Kartik Aaryan પાસે છે આ મૂવીઝ

જણાવી દઈએ કે, કરણ જોહર (Karan Johar) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ મૂવીને વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝે દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. ત્યાં જ ઝોયા અખ્તરે મૂવી માટે કરણ જોહરને શુભેચ્છાઓ પણ આપી.

‘Kaaliya’ ઉપરાંત કાર્તિક આર્યન, કરણ જોહરની વધુ એક મૂવીમાં જોવા મળવાનો છે, જેનું નામ છે ‘નાગઝિલા’ છે. આ ફિલ્મ ફેન્ટસી-કોમેડી અને એડવેન્ચર પર આધારિત હશે. મૂવીને ફેબ્રુઆરી, 2027 માં રિલીઝ કરવામાં આવશે.

Dadasaheb Phalke Awards 2026: દાદાસાહેબ ફાળકે એવોર્ડ્સમાં ‘ધુરંધર’ની ધૂમ, જીત્યા 6 અવોર્ડ, જાણો વિજેતાનું લિસ્ટ

Published On - 1:42 pm, Sun, 22 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.