Kaali Poster Controversy: મા કાલીનું ધૂમ્રપાન કરતું પોસ્ટર વિવાદોમાં, ગુસ્સે થયેલા યુઝર્સે પીએમઓ સહિત અમિત શાહને ફરિયાદ કરી

|

Jul 03, 2022 | 6:17 PM

ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ (Leena Manimekalai)ના દસ્તાવેજી પોસ્ટરને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. લોકો ટ્વિટર પર મેકર્સને સતત ટ્રોલ કરી રહ્યા છે.

Kaali Poster Controversy: મા કાલીનું ધૂમ્રપાન કરતું પોસ્ટર વિવાદોમાં, ગુસ્સે થયેલા યુઝર્સે પીએમઓ સહિત અમિત શાહને ફરિયાદ કરી
મા કાલીનું ધૂમ્રપાન કરતું પોસ્ટર વિવાદોમાં
Image Credit source: Social Media

Follow us on

Kaali Poster Controversy : હાલમાં રણબીર કપૂર આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતુ, જેમાં અભિનેતા મંદિરની અંદર ચંપલ પહેરીને જઈ રહ્યો છે તેવો સીન દેખાડવામાં આવ્યો છે. આ સીન જોયા બાદ લોકોએ મેકર્સને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે અને તેના પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે અને હવે આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ (Leena Manimekalai)ના દસ્તાવેજી પોસ્ટરને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. લોકો ટ્વિટર પર મેકર્સને સતત ટ્રોલ કરી રહ્યા છે. આ પોસ્ટરમાં (Documentary Poster) મા કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી છે.

મા કાલીના પોસ્ટર પર વિવાદ

ડાયરેક્ટર અને અભિનેત્રી લીના મણિમેકલાઈએ તાજેતરમાં જ ટ્વિટર પર તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર શેર કર્યું છે. જેને લઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સે તેના પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે, આ પોસ્ટરનો લોકો વિરુદ્ધ કરી રહ્યા છે.

કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને લોન્ચ કરાઈ

ફિલ્મ મેકર લીના મણિમેકલાઈએ 2 જૂન 2022ના ટ્વિટર પર તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર શેર કર્યું હતુ. આ પોસ્ટર સાથે તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, તે ફિલ્મને લઈ ખુબ ઉત્સાહિત છે કારણ કે, તેની ડોક્યુમેન્ટ્રી કાલી કેનેડાના ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ કરાઈ હતી.

ગુસ્સે થયા યૂઝર્સ અમિત શાહ અને પીએમઓને ફરિયાદ કરી

લીનાની આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મના પોસ્ટમાં મા કાલી સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા છે, જેને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા છે તે સતત ટ્રોલ કરી રહ્યા છે એક યૂઝર્સે લખ્યું કે, દરેક હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે, આ સિવાય યુઝર્સે અમિતશાહથી લઈ પીએમઓ સુધીના ટેગનો ઉપોયગ કરી આ પોસ્ટર અને ફિલ્મ પર કાર્યવાહી કરવાની માગ કરી છે.

કેટલાક યુઝર્સે કહ્યું કે, શું બીજા ધર્મના ભગવાન આવી રીતે સ્મોક કરતા દેખાડવામાં આવ્યા છે. અન્ય એક યુઝરે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો.

Next Article