Sidhu Moose Wala Last Song: દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત વિવાદમાં, ગીતના શબ્દો બન્યા કારણ

સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના (Sidhu Moose Wala) મૃત્યુના 26 દિવસ બાદ તેમનું છેલ્લું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

Sidhu Moose Wala Last Song: દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત વિવાદમાં, ગીતના શબ્દો બન્યા કારણ
Musewala's last song in controversy
| Edited By: | Updated on: Jun 25, 2022 | 12:29 PM

દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala) મર્ડર કેસ બાદથી આ કેસમાં દરરોજ કોઈને કોઈ નવા અપડેટ્સ સામે આવતા રહે છે. મૂસેવાલાના જબરદસ્ત ફેન ફોલોઈંગ તેમને સોશિયલ મીડિયા પર દરરોજ યાદ કરે છે અને તેમના માટે પોસ્ટ વાયરલ કરે છે. હવે તાજેતરમાં મૂસેવાલાનું છેલ્લું ગીત (Sidhu Moose Wala last Song) સામે આવ્યું છે. જેણે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેમના દુઃખદ અવસાન બાદ દેશ-વિદેશના તમામ ગાયકોએ મુસેવાલાને શ્રદ્ધાંજલી આપી છે. ગાયકની વિદાયના 26 દિવસ પછી રિલીઝ થયેલા આ ગીતે ફરી એકવાર બધાને ભાવુક કરી દીધા છે.

હવે આ ગીતને લઈને વિવાદ છેડાઈ ગયો છે. તો ચાલો જાણીએ શું છે વિવાદનું કારણ અને શા માટે આ ગીત વાયરલ થઈ રહ્યું છે?

સિદ્ધુ મૂસેવાલાનું ગીત ‘SVIL’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતે તેની રજૂઆત સાથે જ ગાયકના ચાહકોને ભાવુક બનાવી દીધા છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાના લગભગ 26 દિવસ બાદ તેનું નવું અને છેલ્લું ગીત રિલીઝ થયું છે. આ ગીતે ફરી એકવાર ચાહકો અને પ્રિયજનોને મૂસેવાલાની યાદ અપાવી છે.

અહીં, સાંભળો ગાયક સિદ્ધુ મૂસેવાલાનું છેલ્લું ગીત…..

ગીત પર થયો વિવાદ

જ્યાં એક તરફ તેના ચાહકો મૂસેવાલાનું છેલ્લું ગીત સાંભળીને ભાવુક થઈ રહ્યા છે. ત્યારે આ ગીત પર ઘણો વિવાદ પણ શરૂ થયો છે. વાસ્તવમાં સિદ્ધુ મૂસેવાલાએ આ છેલ્લા ગીતમાં પંજાબ અને હરિયાણા વચ્ચે ચાલી રહેલા SYL મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે ગીતમાં સિંગરે કૃષિ કાયદા અને લાલ કિલ્લાને લઈને શરૂ થયેલા ખેડૂતોના આંદોલન વિશે પણ વાત કરી છે. જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.

કોમેન્ટ્સ વિભાગમાં ગાયકને યાદ કરતાં ચાહકો

સિદ્ધુ મૂસેવાલાના આ છેલ્લા ગીતે બધાને દિવાના બનાવી દીધા છે. સિંગરનું વાયરલ ગીત SYL રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયા પર સતત જોવા મળી રહ્યું છે. તેમજ આ ગીત યુટ્યુબ પર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. મૂસેવાલાના ચાહકો આ ગીતને ઝડપથી શેર કરી રહ્યા છે. એટલું જ નહીં, ચાહકોએ કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કર્યો છે. SYLમાં સિદ્ધુએ સતલજ-યમુના લિંક કેનાલનો ઉલ્લેખ કર્યો છે.

ગીતને બે કલાકમાં જ આટલા વ્યુઝ મળ્યા છે

ગીત રિલીઝ થતાની સાથે જ આ ગીત મૂસેવાલાના ચાહકોમાં આગની જેમ ફેલાઈ ગયું છે. રિલીઝ સાથે સિદ્ધુ મૂસેવાલાનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલું છે. માત્ર બે કલાકમાં આ ગીતે 22 લાખ વ્યુઝનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં આ ગીતને લગભગ 20 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. આ ગીત સિદ્ધુની પોતાની ચેનલ પર આગલા દિવસે સાંજે 6 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું હતું.