
Mumbai : બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ જન્મ થતાની સાથે જ લાઈમ લાઈટમાં રહેતા હોય છે. જ્યારે સૈફ અલી ખાન અને કરીના કપૂરે તેમના પુત્રનું નામ તૈમુર (Taimur Ali Khan) રાખ્યું, ત્યારે તેના નામકરણની ચર્ચા આખા દેશમાં થઈ હતી. પુત્રનું નામ રાખવાની વ્યક્તિગત પસંદગી, રાષ્ટ્રીય હેડલાઈન્સનો ભાગ બની ગઈ હતી. આ ઘટના પર સૈફ અને કરીના એ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. મસ્તીખોર અંદાજ અને ક્યૂટનેસને કારણે જાણીતો તૈમુર હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે.
ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કારણે તૈમુર ફરી ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે તેના જન્મદિવસ પર તેના કૂતરાના ફોટા અપલોડ કર્યા હતા. અને લખ્યું હતું કે, “મારી લાઈફલાઈન હેપ્પી બર્થડે તૈમુર”. તેના શ્વાનનું નામ જાણી ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી છે.
આ પણ વાંચો : Amitabh Bachchan એ વર્ષો જૂનો ફોટો કર્યો પોસ્ટ, જાણો કોણ છે ફોટોમાં દેખાતી બે બાળકીઓ !
આ પણ વાંચો : Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો
કેટલાક યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સૈફ અને કરીનાને તમારું લોકેશન જોઈએ છે. કેટલાક અન્ય યુઝર્સે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, “કરીના ના દીકરાનું નામ ભી તૈમુર હૈ.”, એકદમ સૈફ પર ગયો છે. તો એક એક યુઝરે પોઝિટિવ પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, નામને પ્રેમ કરો. પાલતુ શ્વાનના નામને કારણે આ અભિનેત્રી ફરી લાઈમલાઈટમાં આવી છે.
તૈમુરનું નામ Timurથી પ્રેરિત હતું, જે પર્શિયા અને મધ્ય એશિયામાં તૈમુરીડ સામ્રાજ્યના સ્થાપક હતા. જેમણે 1398 માં ભારત પર આક્રમણ કર્યું હતું. લોકો એ આ વાત પર સૈફ-કરીનાને ખુબ ટ્રોલ કર્યા હતા કે, શું તેઓએ તેમના પુત્રનું નામ આક્રમણ કરનારના નામ પરથી રાખ્યું હતું?
મૂળ કચ્છની કોમલ ઠક્કર સતત બીજા વર્ષે 76 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી હતી. રેડ કાર્પેટને ગ્રેસ કરવા માટે તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધી તરીકે હાજર રહી હતી.રેડ કાર્પેટ પર રેડ ગાલા લુકને કારણે કોમલ ખુબ સુંદર લાગી રહી હતી.
Published On - 11:16 pm, Wed, 14 June 23