કોફી વિથ કરણના ગિફ્ટ હેમ્પરમાં લાખોની કિંમતની ભેટ સામેલ, કરણ જોહરે કર્યો ખુલાસો

જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહર વારંવાર તેમના શોમાં હાજરી આપનારા મહેમાનોને મોંઘી ભેટો સાથે ગિફ્ટ હેમ્પર્સ વિશે આકર્ષિત કરતા જોવા મળે છે.

કોફી વિથ કરણના ગિફ્ટ હેમ્પરમાં લાખોની કિંમતની ભેટ સામેલ, કરણ જોહરે કર્યો ખુલાસો
કોફી વિથ કરણના ગિફ્ટ હેમ્પરમાં લાખોની કિંમતની ભેટ સામેલ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 18, 2022 | 1:35 PM

Koffee With Karan : કોફી વિથ કરણ (Koffee With Karan)ની સીઝન 7 પુરી થઈ ચૂકી છે. આ શોને મળેલા પ્રેમને જોઈ હોટસ્ટારે કરણના આ શોની 8મી સીઝનની અનુમતિ આપી દીધી છે. એક વર્ષ બાદ બિગ બોસ ઓટીટી (OTT)ના હોસ્ટ આ શોની નવી સિઝન સાથે પરત ફરશે. કરણ જોહર (Karan Johar)ના આ શો માં રેપિડ ફાયર ક્વિઝ જીતનારને મળનાર હેમ્પરને લઈ ચાહકોનો ઉત્સાહમાં હોય છે, દરેક લોકોને એ જાણવાની આતુરતા હોય છે કે, હેમ્પરમાં શું છે કરણ જાહરે આ મામલે ખુલાસો કર્યો છે.

આ એ પ્રોડક્ટસની લિસ્ટ આપવામાં આવેલી છે. જે સીઝન 7માં રેપિડ ફાયર રાઉન્ડના હેમ્પર વિજેતાઓને આપવામાં આવ્યા છે. આ હેમ્પરમાં કરણ જોહર દ્વારા જ્વેલરી, માર્શલ એક્ટન II સ્પીકર્સ, ઓડી એસ્પ્રેસો મોબાઇલ, એમેઝોન ઇકો શો 10, વહદુમ ટી એન્ડ ટી મેકર સેટ, ન્યુહોર્સ ચોકલેટ્સ કલેક્શન ડિસ્કવરી બોક્સ, બોમ્બે સ્વીટ શોપ, ખોયા સ્વીટ, 28 બેકર સ્ટ્રીટ, કોફી અને કરણ સાથે અન્ય ઘણી વસ્તુઓની મહાન ભેટ આ યાદીમાં સમાવવામાં આવેલ છે. જો કે કરણ જોહર કેટલીક વસ્તુઓનું નામ આપી શક્યો નથી અને તમને જણાવી દઈએ કે, તે વસ્તુઓ આ યાદીમાં સૌથી મોંઘી વસ્તુઓ હતી.

આ વસ્તુઓના નામ લીધા નથી

કરણ હંમેશા પોતાના મહેમાનોને એ કહેતો જોવા મળે છે કે, તેનું કોફી હેમ્પર કેટલું મોંધુ છે ભલે કરણ જોહરે કેટલીક વસ્તુઓના નામ લીધા નથી પરંતુ અમે તમને જણાવી દઈએ કે, એ વસ્તુઓ કઈ છે. સુત્રો અનુસાર કરણના ગિફ્ટ હેમ્પરમાં આઈફોનથી લઈ મોંધા પરફ્યુમ જેવી કેટલીક વસ્તુઓ સામેલ છે. જેના કારણે ગિફ્ટ હેમ્પરની કિંમત 4 થી 5 લાખ નક્કી કરવામાં આવે છે.

ફિલ્મ, ઓટીટી અને ટીવી ત્રણેય ફીલ્ડ પર કરણ જોહર એક્ટિવ

કરણ જોહર ફિલ્મોના નિર્દેશનની સાથે ઓટીટીની દુનિયામાં પણ ખુબ એક્ટિવ રહે છે. હાલમાં તેને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજની ભુમિકા નિભાવી હતી અને હવે ઝલક દિખલાજામાં માધુરી દિક્ષીત અને નોરાની સાથે તમામ સેલિબ્રિટી સ્પર્ધકોને જજ કરી રહ્યો છે. બિગ બોસ 16 બાદ બિગ બોસ ઓટીટી શરુ થશે. આ રિયાલિટી શોમાં કરણ જોહર ફરી એક વખત હોસ્ટની ખુરશી સંભાળતા જોવા મળશે.