Siddharth Malhotra Networth: જાણો કેટલા કરોડની સંપત્તિનો માલિક છે સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં એકથી એક સારી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

Siddharth Malhotra Networth: જાણો કેટલા કરોડની સંપત્તિનો માલિક છે સિદ્ધાર્થ મલ્હોત્રા
Siddharth Malhotra (File Photo)
| Edited By: | Updated on: Jan 16, 2022 | 5:14 PM

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ પોતાની મહેનતથી બોલીવૂડમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. તેની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. તે છેલ્લે શેરશાહમાં (Shershah) જોવા મળ્યો હતો. ‘શેરશાહ’માં સિદ્ધાર્થ સાથે કિયારા અડવાણી (Kiara Advani) લીડ રોલમાં હતી. આ વર્ષે સિદ્ધાર્થ પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે, જેના માટે તેને સારી રકમની ઓફર કરવામાં આવી છે.

સિદ્ધાર્થ હાલમાં કિયારા અડવાણી સાથેના સંબંધોની અફવાઓને લઈને ચર્ચામાં છે. ચાલો તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમની જીવનશૈલી અને નેટવર્થ વિશે જાણીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ 75 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. સિદ્ધાર્થ એક્ટર હોવાની સાથે મોડલ પણ છે. તેણે Roberto Cavalli સાથે કામ કર્યું છે. તેણે ન્યૂયોર્ક, મિલાન, પેરિસ અને વિશ્વભરના અન્ય ઘણા મોટા ફેશન શોમાં રેમ્પ વોક કર્યું છે.

અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર તેની માસિક કમાણી 50 લાખથી વધુ છે અને તે વાર્ષિક 6 કરોડ રૂપિયા કમાય છે. અભિનેતા ઘણી મોટી બ્રાન્ડ માટે એન્ડોર્સમેન્ટ કરે છે. આ સિવાય તેઓ ન્યુઝીલેન્ડ ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સિદ્ધાર્થ તેની ફિલ્મો માટે 5થી 7 કરોડ રૂપિયા લે છે. તેઓ એક એડ માટે 2થી 3 કરોડ રૂપિયા લે છે.

સિદ્ધાર્થને બાઈક અને લક્ઝરી કારનો શોખ છે. અભિનેતા પાસે હાર્લી ડેવિડસન છે, જેની કિંમત 14 લાખ રૂપિયા છે. તેની પાસે રેન્જ રોવર છે. આ સિવાય SUV મર્સિડીઝ-બેન્ઝ ML 3504 મેટિક છે. મુંબઈના પાલી હિલ વિસ્તારમાં તેનું ઘર છે. તેનું ઘર ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે. સિદ્ધાર્થને ગેજેટ્સનો ખૂબ જ શોખ છે. સિદ્ધાર્થે 2012માં સ્ટુડન્ટ્સ ઓફ ધ યરથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની સાથે આલિયા ભટ્ટ અને વરુણ પણ બોલિવૂડમાં પ્રવેશ્યા હતા.

આ પણ વાંચો- Happy Birthday Kabir Bedi : થિએટરથી કરિયરની શરૂઆત કરનાર કબીર બેદીએ બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી મચાવી છે ધમાલ

આ પણ વાંચો – Happy Birthday Vijay : એક સમયે કરતો હતો ફોન બુથમાં કામ, આજે છે સાઉથનો સુપરસ્ટાર, કંઈક આવી રહી છે વિજય સેતુપતિની જિંદગી

આ પણ વાંચો – Birthday Special : સિદ્ધાર્થે મોડલિંગથી કરિયરની શરુઆત કરી, જાણો કેવી રીતે મળી તેને ફિલ્મોમાં કામ કરવાની ઓફર