સંજય દત્ત જેલમાં શું કરતો હતો, બહાર આવ્યાના વર્ષો પછી કર્યો ખુલાસો

અંદાજે ચાર દાયકા સુધી બોલિવુડ પર રાજ કરનાર સંજય દત્ત (sanjay dutt)નું જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. સંજય દત્તને એક વખત પાંચ વર્ષની સજા થઈ હતી. હવે તેણે જણાવ્યું છે કે તેણે જેલમાં પોતાના સમયનો કેવી રીતે ઉપયોગ કર્યો.

સંજય દત્ત જેલમાં શું કરતો હતો, બહાર આવ્યાના વર્ષો પછી કર્યો ખુલાસો
| Edited By: | Updated on: Oct 06, 2023 | 2:13 PM

ફિલ્મ અભિનેતા સંજય દત્ત (sanjay dutt) ફરી એકવાર મોટા પડદા પર છવાયો છે આ વખતે તે હિરો નહિ પરંતુ વિલન તરીકે લોકોના દિલ પર રાજ કરશે. કેજીએફ 2 અને શમશેરા જેવી ફિલ્મો બાદ સંજય દત્ત સાઉથના સ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયોમાં વિલન બન્યા છે. આ ફિલ્મને લઈ સંજય ચર્ચામાં છે. આ વચ્ચે તેમણે એક ઈન્ટરવ્યુમાં પોતાના એ સમયને યાદ કર્યો છે. તે પૂણેના યરવડા જેલમાં બંધ હતો.

સંજય દત્તને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી

1993 મુંબઈ બ્લાસ્ટમાં ઉપયોગ થયેલા હથિયાર રાખવા મામલે સંજય દત્તને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને તેમને મુંબઈની યરવડા જેલમાં સજા સંભળાવવામાં આવી હતી. જેલમાં તેનો સમય કેવી રીતે પસાર કરતા હતા આ વિશે સંજય દત્તે ખુલ્લીને વાત કરી છે.

આ પણ વાંચો : Bulleya Song Lyrics : શિલ્પા રાવ અને અમિત મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ બુલેયા સોંગના લિરિક્સ વાંચો

જેલમાં કેમ બંધ હતા સંજય દત્ત?

સંજય દત્તે જણાવ્યું કે, જો તમે ફોટો જુઓ તો જ્યારે હું પહેલી વખત થાણે જેલમાં ગયો હતો. ત્યાં અન્ના સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, અજય દેવગન, શાહરુખ ખાન તમામ આવ્યા હતા. મને સજા ભોગવવાથી કોઈ રાહત મળી ન હતી, તેથી હું વધુ શું વિચારું? મારે મારી જાતને તૈયાર કરવાની હતી કે હા મારે જવું પડશે. મારે તેનો સામનો કરવો પડશે. “છ વર્ષમાં, મેં તેનો સામનો કર્યો છે અને તેમાંથી શીખ્યો છું.”

મલ્ટી સ્ટાર ફિલ્મ હાઉસફુલ 5માં પણ નજરે પડશે

સંજય દત્તે જણાવ્યું કે, જેલમાં સજા પડ્યા બાદ મે સમય પસાર કરવા કુંકિગ શીખ્યું, ધર્મગ્રંથ વાંચ્યા અને વર્ક આઉટ કર્યું તેમણે કહ્યું કે, હું જ્યારે બહાર આવ્યો તો તેનું શરીર ખુબ સુંદર થઈ ગયું હતુ.સંજય દત્તની ફિલ્મની વાત કરીએ તો તે છેલ્લી વખત શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં કેમિયો કરતા જોવા મળ્યા હતા. હવે તે લિયો સિવાય ડબલ આઈસ્માર્ટમાં જોવા મળશે. આ સિવાય મલ્ટી સ્ટાર ફિલ્મ હાઉસફુલ 5માં પણ નજરે પડશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો