સલમાન ખાનને કોણે આપી લુંગી બાંધવાની ટ્રેનિંગ? ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના સેટ પરનો BTS Video થયો વાયરલ

Salman Khan Video: હાલમાં જ રિલીઝ થયેલા સલમાન ખાનના (Salman Khan) ગીત યેંતમ્મા'નો મેકિંગ બીટીએસ વીડિયો સામે આવ્યો છે. જેમાં સલમાન ખાન લુંગી બાંધવાની ટ્રેનિંગ લેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાનને કોણે આપી લુંગી બાંધવાની ટ્રેનિંગ? કિસી કા ભાઈ કિસી કી જાનના સેટ પરનો BTS Video થયો વાયરલ
Salman Khan
| Edited By: | Updated on: Apr 07, 2023 | 4:32 PM

BTS Video: બોલિવુડ સ્ટાર સલમાન ખાનના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર આ ફિલ્મ 21 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મનું મોસ્ટ અવેટેડ ગીત ‘યેંતમ્મા’ રિલીઝ થયું છે. જેમાં સલમાનનો લુંગી ડાન્સ અને લુક લોકોને પસંદ આવી રહ્યો છે. પરંતુ હવે એક બીટીએસ વીડિયો સામે આવ્યો છે, જેમાં સલમાન લુંગી બાંધવાની ટ્રેનિંગ લેતો જોવા મળી રહ્યો છે.

રાઘવ જુયાલે આપી ટ્રેનિંગ

આ ફિલ્મની રિલીઝ પહેલા સલમાન તેના ફેન્સને બેક ટુ બેક સરપ્રાઈઝ આપી રહ્યો છે. સોન્ગ ‘યેંતમ્મા’માં સલમાનનો સાઉથ ઈન્ડિયન લુક તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે સલમાને આ લુક માટે ઘણી મહેનત કરી છે. ડાન્સર અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલે સોન્ગનો બીટીએસ વીડિયો શેયર કર્યો છે, જેમાં તે સલમાન ખાનને ડાન્સ સ્ટેપ્સ સાથે લુંગી બાંધવાની ટિપ્સ આપતો જોવા મળી રહ્યા છે.

અહીં જુઓ વાયરલ આ વિડિયો

2 દિવસમાં 25 મિલિયન વ્યુઝ

તમને જણાવી દઈએ કે ‘યેંતમ્મા’ સોન્ગ 24 કલાક પહેલા મંગળવારે રિલીઝ થયું હતું. યુટ્યુબ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ચાર ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મ ‘નૈય્યો લગદા’થી લઈને ‘બિલ્લી બિલ્લી’ સુધીના ગીતને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે બોલિવુડના દબંગની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું ગીત ‘યેંતમ્મા’ના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની સ્ટાર કાસ્ટ

સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં બીજા ઘણાં સ્ટાર જોવા મળશે. આ ફિલ્મમાં જસ્સી ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…