
Affordable Tickets Of KKBKKJ: સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ એક્શન ડ્રામા અને કોમેડીથી ભરપૂર છે. એક્ટરના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ઈદના ખાસ અવસર પર સલમાન ખાને તેના ફેન્સને ફિલ્મના રૂપમાં ઈદી આપવાની કોશિશ કરી છે. ભલે આ ફિલ્મને ક્રિટિકએ મિક્સ રિવ્યૂ આપ્યા હોય પરંતુ એવી આશા કરવામાં આવી રહી છે કે સલમાનના ફેન્સ આ ફિલ્મ જોવા માટે જરૂર જશે. ફિલ્મની ટિકિટની કિંમત પણ તેનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય શકે છે.
સલમાન ખાનની આ ફિલ્મની શરૂઆત ખૂબ જ ધીમી થઈ છે પરંતુ આશા છે કે આવનારા થોડા દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરવામાં સફળ રહેશે. મલ્ટિપ્લેક્સની વાત કરીએ તો મોંઘી ટિકિટની સાથે સાથે ઓડિયન્સ માટે સસ્તી ટિકિટ પણ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે મુંબઈ જેવા શહેરમાં મલ્ટીપ્લેક્સ ચેઈનમાં ટિકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ કિસી કા ભાઈ જાનની ટિકિટની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે.
નોન-મલ્ટિપ્લેક્સ થિયેટરોની વાત કરીએ તો 90 રૂપિયામાં પણ કિસી કા ભાઈ કિસી કી જાન જોઈ શકાય છે. આ જ કારણ છે કે ટિકિટની કિંમતના કારણે સલમાનની ફિલ્મનું ઓપનિંગ કલેક્શન બોક્સ ઓફિસ પર ઓછું સાબિત થઈ રહ્યું છે. પરંતુ રિપોર્ટ મુજબ ઓછી કિંમત અને આગામી રજાઓ કારણે આ ફિલ્મ વધુ ઓડિયન્સ ભેગી કરી શકે છે. રિપોર્ટ મુજબ કિસી કી ભાઈ કિસી જાન આગામી થોડા દિવસોમાં સારો બિઝનેસ કરી શકે છે.
આ પણ વાંચો : જ્યારે સલમાન ખાનને પહેલી વખત મળી હતી ત્યારે કેમ રડી હતી પલક તિવારી, વાયરલ થયો થ્રોબેક Video
મુંબઈની જેમ દિલ્હી, પૂણે અને અન્ય મોટા શહેરોમાં પણ ટિકિટના ભાવ ઓછા રાખવામાં આવ્યા છે. ભોલા, સર્કસ, પઠાણ, તુ જૂઠી મેં મક્કાર જેવી ફિલ્મોની કિંમત કરતાં સલમાનની ફિલ્મની ટિકિટો અડધાથી પણ ઓછી છે. એટલે કે સામાન્ય માણસ આ ફિલ્મ જોવા જઈ શકે છે અને પરિવાર સાથે આનંદ માણી શકે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…