કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. આ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આની જાહેરાત કરી છે. લાપતા લેડિઝ ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે મોકલવામાં આવશે. લાપતા લેડીઝ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ આમિર ખાન પ્રોડક્શનના બેનર નીચે બનવાવામાં આવી છે.લાપતા લેડિઝ ફિલ્મે ખુબ સારી કમાણી કરી હતી.
લાપતા લેડીઝ આ વર્ષ 1 માર્ચ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પહેલા ફિલ્મની 48માં ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 8 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીમિંગ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. રિલીઝ બાદ ફિલ્મને સમીક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. લાપતા લેડિઝ તમે નેટફ્લિક્સ પણ જોઈ શકો છો.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 29 ફિલ્મોમાંથી લાપતા લેડિઝની પસંદગી કરી છે. ઓસ્કરમાં ઓફિશિયલ એન્ટ્રી માટેની રેસમાં રણબીર કપૂરસ્ટાર અને સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલ હતી. આ સિવાય જ્યુરીની સામે મલયાલમ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ આટ્ટમ અને કાન્સ એવોર્ડ વિજેતા ઓલ વી ઈમેજિન એઝ લાઈટ જેવી ફિલ્મો પણ હતી. આ તમામને લાપતા લેડિઝે પાછળ છોડી છે.લાપતા લેડિઝ મહિલાઓના અલગ અલગ પક્ષોને સામે લાવનાર એક મહત્વની ફિલ્મ છે. ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી થતાં જ કિરણ રાવ ખુબ ખુશ છે.
આવતા વર્ષે 97મા ઓસ્કાર એવોર્ડનું આયોજન 2 માર્ચના રોજ હોલિવુડમાં ઓવેશનના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે. જેનું સીધું પ્રસારણ એબીસી ચેનલ પર કરવામાં આવશે. આ સમારોહ સાંજે 4 કલાકથી શરુ થશે.લાપતા લેડિઝના સ્ટારકાસ્ટની વાત કરીએ તો નિતાંશી ગોયલ,પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જેવા સ્ટાર કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મની સ્ટારી મહિલાઓ સાથે જોડાયેલા નાના-મોટા મુદ્દા પર બનાવવામાં આવી છે. જેમાં દહેજ પ્રથા મહિલાઓની આઝાદી પુરુષોનું મહિલાઓ પ્રત્ય વર્તન જેવા અનેક મુદ્દાઓ આ ફિલ્મમાં જોવા મળ્યા છે.