કેટરીના કૈફ સાફ સફાઈ કરતી મળી જોવા, એક્ટ્રેસનો આ અંદાજ જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ Video

કેટરીના કૈફ (Katrina Kaif) સાફ સફાઈ કરતી જોવા મળી હતી. આ થ્રોબેક વીડિયો સામે આવ્યો છે. કેટરીનાનો દેશી અંદાજ જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેટરીના કૈફ સાફ સફાઈ કરતી મળી જોવા, એક્ટ્રેસનો આ અંદાજ જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ Video
Katrina Kaif
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 04, 2023 | 5:37 PM

Mumbai: કેટરીના કૈફનો (Katrina Kaif) એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે સાફ સફાઈ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમિયાનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અક્ષય કુમારનો અવાજ પણ સંભળાય છે.

શૂટિંગ દરમિયાન સેટ પર કરી સફાઈ

કેટરીનાએ વ્હાઈટ કલરનો સલવાર-કુર્તો પહેર્યો છે. અક્ષય કુમારે કેટરીનાને પૂછ્યું કે કેટરીના શું કરી રહી છે? જેના જવાબમાં કેટરીનાએ કહ્યું- ‘હું સફાઈ કરી રહી છું, હું સફાઈ કરી રહી છું’. આ પછી કેટરીનાએ અક્ષય કુમારને (Akshay Kumar) સાવરાણી વડે માર્યું. પરંતુ આ વીડિયોમાં અક્ષય દેખાતો નથી.

અહીં જુઓ કેટરીના કૈફનો વાયરલ વીડિયો

ફેન્સે આપી પ્રતિક્રિયા

ફેન્સે આ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ કર્યો. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘રિયલ ક્વીન’. અન્ય એક યુઝરે લખ્યું, ‘ધર્મ પત્ની’. તો અન્ય એક યુઝરો કોમેન્ટ કરતાં લખ્યું કે ‘કેટરીના મેમ સફાઈ કરી રહી છે અને હું આ સમયે તેના પતિની મૂવી એન્જોય કરી રહી છું’.

તમને જણાવી દઈએ કે, કેટરીના અને અક્ષયની ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

આ પણ વાંચો : The Kapil Sharma Show: બ્રેટ લી અને ક્રિસ ગેલ સાથે કપિલ શર્માએ જોરદાર અંગ્રેજીમાં કરી વાત, ફેન્સ થયા ખુશ, જુઓ Video

કેટરીના કૈફનું વર્ક ફ્રન્ટ

કેટરીના છેલ્લે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે હોરર કોમેડી ફોન ભૂતમાં જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. હવે તે જલ્દી જ સલમાન ખાન સાથે ટાઈગર 3 માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ ફરી એકવાર ઝોયાના રોલમાં જોવા મળશે. ઈમરાન હાશમી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે. આ સિવાય કેટરીના શ્રીરામ રાઘવનની ફિલ્મ મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો