કેટરીના કૈફે અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી, ચાહકોએ પતિ વિકી કૌશલને કર્યો ટ્રોલ

|

Mar 10, 2022 | 6:59 PM

કેટરીના કૈફે વિકી કૌશલ સાથે ગત વર્ષ ડિસેમ્બરમાં લગ્ન કર્યાના 3 મહિના વીતી ચૂક્યા છે. હાલમાં તેણી તેના અપકમિંગ પ્રોજેક્ટસનું શૂટિંગ કરી રહી છે. કેટરીના તેના ઇન્સ્ટાગ્રામ અનેક તસવીરો અને શૂટિંગના પ્રોમોઝ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

કેટરીના કૈફે અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી, ચાહકોએ પતિ વિકી કૌશલને કર્યો ટ્રોલ
Katrina Kaif Viral Video Image

Follow us on

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal)એ હાલમાં બોલિવૂડમાં ‘મોસ્ટ ક્યૂટેસ્ટ કપલ’ ગણાય છે. બંનેની જોડી લોકોમાં એ હદે લોકપ્રિય છે કે તેમના બંનેના સોશિયલ મીડિયા પર લગાતાર awwના રીએક્શન મોકલતા રહે છે. આા સ્ટાર કપલના લગ્નને 3 મહિના વીતી ગયા હોવા છતાં પણ ચાહકો હજુ સુધી તેમને એકસાથે નિહાળી શકયા નથી.

તાજેતરમાં કેટરીના કૈફ ફિલ્મ ‘ગેહરાઈયાં’ના (Gehraiyaan) અભિનેતા ધૈર્ય કારવા (Dhairya Karwa) સાથે ફ્લર્ટ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

 

 

વાસ્તવમાં કેટરિના કૈફે ફિલ્મ ‘ગેહરાઈયાં’ના અભિનેતા ધૈર્ય કારવા સાથે એક નવી જાહેરાત શેર કરી છે. આ જોડીએ એક બીચ લોકેશન પર જાહેરાત માટે શૂટ કર્યું હતું,જ્યાં તેઓની સિઝલિંગ કેમિસ્ટ્રી સૌ કોઈએ નિહાળી હતી. કેટરિના થાઈ-હાઈ સ્લીટ સ્કર્ટ સાથે વન-શોલ્ડર ક્રોપ ટોપમાં અદભૂત દેખાતી હતી. તેણી નવી જાહેરાતમાં અભિનેતા ધૈર્ય સાથે ફ્લર્ટ કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો જોયા બાદ વિકી કૌશલના ફેન્સ શાંત રહી શક્યા નથી.

આા નવી જાહેરાતમાં કેટરિના ધૈર્ય સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી અને તેણીએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં આગળ લખ્યું હતું કે ”શું તમે મારી સાથે આા નવી ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છો?@dhairyakarwa.”

સોશિયલ મીડિયા પર આા નવી જાહેરાત અપલોડ થયાની થોડીક ક્ષણો બાદ જ કેટરિનાને અનેક યુઝર્સ ટ્રોલ કરી રહ્યા હતા. તેમાંની ઘણી કમેન્ટ્સમાં તેણીના પતિ વિકી કૌશલને પણ ટેગ કરવામાં આવ્યો હતો. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કેટરિના અને ધૈર્યની કેમેસ્ટ્રી તરફ ધ્યાન દોર્યું અને વિક્કીને ટેગ કરીને કહ્યું કે, “@vickykaushal09 ભાઈ, આા બધું અહીંયા શું ચાલી રહ્યું છે. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, “@vickykaushal09 આ જોયા પછી તમને કેવું લાગે છે.”

 

 

તેમના લગ્નના 3 મહિના પછી પણ તેમના ચાહકો હજુ પણ કેટરિના કૈફ અને વિકી કૌશલની એકસાથે વધુ ઝલક જોવા માટે તલપાપડ છે. તેમણે ગત ડિસેમ્બરમાં રાજસ્થાન ખાતે એક ખૂબ જ પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. તેઓએ લગ્ન પૂર્વે અને લગ્ન બાદ પણ તેમના સંબંધોને ખૂબ જ પ્રાઈવેટ રાખ્યા છે. તેમની આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછી પોસ્ટસ જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ક ફ્રન્ટ પર કેટરિના કૈફ સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે, જ્યારે વિકી કૌશલ પાસે લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મ અને ‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મોમાં જોવા મળશે.

 

આ પણ વાંચો – ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે તેના ઈન્સ્ટાગ્રામ પર કર્યો આ મોટો ફેરફાર

Next Article