સલમાન ખાનની બહેન બનેલી હિરોઈનના ઘરે ગૂંજશે કિલકારી, 40 ની ઉંમરે આપ્યા ‘ગુડ ન્યૂઝ’

નાના પડદાથી લઈને બોલિવૂડની મોટા બજેટની ફિલ્મોમાં પોતાની કળાનો જાદુ ચલાવનાર એક જાણીતી અભિનેત્રીના ઘરે ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે. પોતાના પતિ સાથે મળીને અત્યંત અનોખી અને ક્યૂટ રીતે માતા-પિતા બનવાની જાહેરાત કરનાર આ એક્ટ્રેસની પોસ્ટ હાલ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.

સલમાન ખાનની બહેન બનેલી હિરોઈનના ઘરે ગૂંજશે કિલકારી, 40 ની ઉંમરે આપ્યા ગુડ ન્યૂઝ
| Updated on: Aug 31, 2026 | 9:10 PM

TV ની પોપ્યુલર એક્ટ્રેસ કશ્મીરા ઈરાનીએ નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવી છે. ‘અંબર ધારા’ અને ‘મનમર્ઝિયાં’ જેવી સીરિયલ કર્યા પછી કશ્મીરા ઈરાનીએ બોલિવૂડમાં ‘ટાઈગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ જેવી મુવીઝમાં પણ હાથ અજમાવ્યો.

આ બધા વચ્ચે હવે કશ્મીરા ઈરાની જિંદગીની નવી સફરમાં કદમ રાખવા માટે તૈયાર છે. કશ્મીરા ઈરાનીએ લગ્નના 2 વર્ષ પછી ખુશખબરી સંભળાવી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ મમ્મી બનવાની છે અને તેણે આ વાતની જાણકારી પોતાના પતિ સાથે મળીને ફેન્સને આપી છે. કશ્મીરા ઈરાનીના ઘરે આવનારા નાના મહેમાનની વાત જાણીને ફેન્સ અને સ્ટાર્સ પણ તેને ખૂબ બધી શુભકામનાઓ આપી રહ્યા છે.

કશ્મીરા ઈરાનીએ (Kashmira Irani) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. એમાં કશ્મીરા ઈરાનીએ જણાવ્યું કે, તે અને તેના પતિ ટૂંક સમયમાં જ મમ્મી-પપ્પા બનવાના છે. કશ્મીરાની ફોટોમાં બે નાળિયેર રાખેલા દેખાયા, જેના પર કેપ રાખેલી હતી. આમાં એક કેપ પર મમ્મી તો બીજી કેપ પર પપ્પા લખેલું દેખાયું છે.

TV સિતારાઓએ આપી શુભકામનાઓ

આ ફોટોને શેર કરતા કશ્મીરા ઈરાનીએ લખ્યું, “વર્તમાન સ્ટેટસ. #જલ્દી આવવાનું છે.” કશ્મીરા ઈરાનીની આ પોસ્ટ જોઈને ટીવી સિતારાઓએ તેમને ખૂબ શુભકામનાઓ આપી. એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીએ પોસ્ટ પર કમેન્ટ કરીને હાર્ટ શેપ ઈમોજી શેર કરી. ગૌહર ખાને કમેન્ટ કરી, “ખૂબ-ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તમારી રક્ષા કરે અને તમને ખુશી આપે.”

વર્ષ 2024 માં લગ્ન કર્યા

જણાવી દઈએ કે, કશ્મીરા ઈરાનીને (Kashmira Irani) છેલ્લી વાર ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ માં જોવામાં આવી હતી. આ મુવીમાં તેણે કીશ્વરનો રોલ નિભાવ્યો હતો. આ સિવાય એક્ટ્રેસની અંગત જિંદગીની વાત કરીએ તો, તેણે વર્ષ 2024 માં પાઈલટ અક્ષત ખન્ના સાથે લગ્ન કર્યા હતા.

કશ્મીરાની સાથે સાથે અક્ષતે પણ એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે. બંને અવારનવાર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ શેર કરતા જોવા મળે છે.

Bigg Boss 20 : બાદશાહની પત્નીથી લઈને મેરી કોમ અને યુક્તિ કપૂર સુધી..બિગ બોસ 20માં જોવા મળશે આ સ્પર્ધક

Follow Us
Loading...
Unable to load recommendations.