કાર્તિક આર્યન બોલિવૂડના સફળ એક્ટરમાંથી એક છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. તેના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરે છે. કાર્તિક પણ તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતો નથી અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તેની સાથે સેલ્ફી લે છે. ફિલ્મો સિવાય કાર્તિક સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સના વીડિયો શેયર કરે છે. હાલમાં જ એક્ટરે સોશિયલ મીડિયા પર તેના એક ફેનનો સુંદર વીડિયો શેયર કર્યો છે, જે સતત ચર્ચામાં છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી જે કાર્તિકની સૌથી મોટી ફેન છે, તેનો મિત્ર તેના સ્વાગત માટે કાર્તિક આર્યનનો કટઆઉટ લઈને આવ્યો છે. આ જોઈને તે ખૂબ જ ખુશ થઈ જાય છે. આ વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે તે કાર્તિક આર્યનની મોટી ફેન છે.
આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતા કાર્તિકે લખ્યું કે, “મને જ બોલાવી લીધો હોત, કટઆઉટની શું જરૂર હતી, પરંતુ તેનું સ્વાગત ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવ્યું હતું.” હવે તેની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક ફેને આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લખ્યું, “તમારા આ વર્તનને કારણે તમને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.” અન્ય એક યુઝરે લખ્યું, “કેટલું ક્યૂટ વેલકમ છે.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘ભૂલ ભૂલૈયા 2’ની સફળતા પછી, ફેન્સ હવે કાર્તિક આર્યન પાસેથી વધુ આશા રાખી રહ્યા છે. કાર્તિક ટૂંક સમયમાં થ્રિલર ફિલ્મ ‘ફ્રેડી’માં જોવા મળશે. આ ફિલ્મ 2 ડિસેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સિવાય કાર્તિક આર્યન કૃતિ સેનન સાથે ફિલ્મ ‘શહેજાદા’માં પણ જોવા મળશે. આ સિવાય તે કિયારા અડવાણી સાથે ‘સત્યપ્રેમ કી કથા’માં કામ કરી રહ્યો છે.