કાર્તિક આર્યન લેશે સાત ફેરા? એક્ટરે પોતાના લગ્ન વિશે કરી આ વાત

ફિલ્મ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) એ પહેલીવાર પોતાના લગ્ન વિશે વાત કરી છે. કાર્તિકે હાલના એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને તેના વેડિંગ પ્લાન વિશે ખુલીને વાતચીત કરી છે.

કાર્તિક આર્યન લેશે સાત ફેરા? એક્ટરે પોતાના લગ્ન વિશે કરી આ વાત
Kartik Aaryan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Dec 05, 2022 | 7:08 PM

Kartik Aaryan On His Wedding: લાખો લોકોનો દિલની ધડકન બની ગયેલા એક્ટર કાર્તિક આર્યન ક્યારે લગ્ન કરશે? છેવટે એક્ટર કાર્તિક આર્યને આ સવાલનો જવાબ આપી દીધો છે. જવાબ સાંભળીને ઘણા ફેન્સ પણ હેરાન થઈ શકે છે. હાલના એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને તેના વેડિંગ પ્લાન વિશે ખુલીને વાતચીત કરી છે. કાર્તિકે કહ્યું કે લગ્નને લઈને તેના પરિવાર તરફથી કોઈ દબાણ છે નહીં.

કાર્તિક આર્યને પોતાના લગ્ન વિશે કર્યો ખુલાસો

હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિકની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન કાર્તિકે તેના લગ્નને લઈને સવાલોના જવાબ આપ્યા છે. એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતાં કાર્તિકે કહ્યું કે અત્યારે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે. કાર્તિકે એ પણ કહ્યું છે કે તેની માતાએ સલાહ આપી છે કે તે ત્રણથી ચાર વર્ષ કામ કરે અને તેના પછી જીવનમાં સેટલ થવા વિશે વિચારે. તેની માતા પણ ઈચ્છતી નથી કે તે તેની કરિયરના આ મોડ પર અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે.

કાર્તિક આર્યને પૈન ઈન્ડિયા ફિલ્મમાં કામ કરવા વિશે શું કહ્યું

સાઉથ ઈન્ડસ્ટ્રી અને પૈન ઈન્ડિયા ફિલ્મનો ભાગ બનવાને લઈને કાર્તિક આર્યને કહ્યું કે બધું સ્ક્રિપ્ટ પર નિર્ભર કરે છે. કાર્તિકે આ અવસર પર એમ પણ કહ્યું કે તેને તેલુગુ અથવા તમિલ ફિલ્મમાં કામ કરવાનું ખૂબ ગમશે. તમને જણાવી દઈએ કે સાઉથ સ્ટાર્સની હિન્દીમાં રિલીઝ થતી ફિલ્મોને હિન્દી દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આવામાં સવાલ એ છે કે બોલિવૂડ કલાકારો ક્યારે પૈન ઈન્ડિયા ફિલ્મોનો ભાગ બનવાનું શરૂ કરશે.

કાર્તિકની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ફ્રેડીની રિલીઝ થયા પછી કાર્તિક હવે તેની અપકમિંગ ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ તેલુગુ ફિલ્મ અલા વૈકંઠાપુરામુલૂની હિન્દી રિમેક હશે. આ ફિલ્મના તેલુગુ વર્ઝનમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જુન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સિવાય કાર્તિકની અપકમિંગ ફિલ્મોમાં કેપ્ટન ઈન્ડિયા, આશિકી 3 અને હેરા ફેરી જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.

Published On - 7:05 pm, Mon, 5 December 22