કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ફિલ્મોની સફળતાને લઈને સલમાન ખાને તેને આપી હતી આ ખાસ સલાહ

Kartik Aaryan And Salman Khan: કાર્તિક આર્યને (Kartik Aaryan) તેના હાલના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે એકવાર સલમાન ખાને તેને ફિલ્મોની હિટ અને ફ્લોપને લઈને ખાસ સલાહ આપી હતી.

કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ફિલ્મોની સફળતાને લઈને સલમાન ખાને તેને આપી હતી આ ખાસ સલાહ
kartik aaryan-salman khan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 22, 2023 | 6:47 PM

Kartik Aaryan And Salman Khan: કાર્તિક આર્યન બોલિવૂડના સૌથી સફળ યંગ એક્ટરમાંથી એક છે. વર્ષ 2011માં ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરીને કાર્તિકે પોતાની ઓળખ બનાવી છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ તેને લોકોમાં પોપ્યુલર બનાવી દીધો છે. ‘ભૂલ ભુલૈયા 2’ બાદ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ફ્રેડી’ પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.

કાર્તિકે લોકો પર એવો જાદુ ચલાવ્યો છે કે લોકો આજે તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. એકવાર કાર્તિકને સલમાન ખાને હિટ અને ફ્લોપ ફિલ્મોને લઈને એક ખાસ સલાહ આપી હતી, જેના વિશે હવે કાર્તિક આર્યને પોતે જ ખુલાસો કર્યો છે. કાર્તિકે ‘આપકી અદાલત’માં વાતચીત દરમિયાન આ વિશે કહ્યું.

સલમાન ખાને કાર્તિકને કહી હતી આ વાત

કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે જ્યારે કોઈની ફિલ્મો ચાલી રહી નથી તો કાર્તિક આર્યનની કેવી રીતે ચાલી ગઈ? જેના જવાબમાં કાર્તિકે કહ્યું કે આ વિશે સલમાન ખાને તેને એકવાર કહ્યું હતું. કાર્તિકે ખુલાસો કહ્યું કે તેને સલમાન ખાને કહ્યું હતું કે, “જબ સબકી હિટ હો રહી હોતી હૈ ઔર તુમ્હારી ફ્લોપ તો મજા નહી આતા. જબ સબકી ફ્લોપ હો રહી હોતી હૈ ઔર તુમ્હારી હિટ હો ગઈ તો હિસ્ટ્રી હો જાતી હૈ.”

કાર્તિક આર્યને વધુમાં કહ્યું કે તે સલમાન ખાનની આ વાત પર તે કન્ફ્યૂઝ થઈ ગયો હતો અને તેને સલમાન ખાનને પૂછ્યું કે તે તેના વખાણ કરી રહ્યા છો કે તેને ચેતવણી આપી રહ્યા છે, જેના પછી સલમાને તેને ગળે લગાવ્યો.

આ પણ વાંચો : મિત્રોએ પણ મલાઈકાની ચાલની ઉડાવી મજાક, જુઓ Viral Video

આ ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન

‘ભૂલ ભુલૈયા 2’ અને ‘ફ્રેડી’ પછી ફેન્સને હવે કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કાર્તિકની અપકમિંગ ફિલ્મ ‘શહેઝાદા’ છે, જે તેલૂગુ ફિલ્મ ‘અલા વૈકુંઠપુરામુલૂ’ની રિમેક છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન જોવા મળશે. ‘શહેઝાદા’ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે.