કાર્તિક આર્યન માટે વર્ષ 2022 સારું રહ્યું. તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હાલમાં જ રિલીઝ થયેલી ‘ફ્રેડી’ને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. કાર્તિક આર્યન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘શહેજાદા’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મ ‘શહેજાદા’ સાથે જોડાયેલી એક નવી જાણકારી સામે આવી છે. કાર્તિકની ફિલ્મ ‘શહેજાદા’ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
કાર્તિકની ફિલ્મ ‘શેહજાદા’ અલ્લુ અર્જુનની હિટ તેલુગુ ફિલ્મ ‘અલાવૈકુંઠપુરમુલુ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન વરુણ ધવનના ભાઈ રોહિત ધવને કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. ફિલ્મ ‘લુકા છુપી’ પછી કાર્તિક અને કૃતિની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં કાર્તિક અને કૃતિની સાથે મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય, સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
KARTIK AARYAN: ‘SHEHZADA’ TRAILER ON 12 JAN… #ShehzadaTrailer drops on 12 Jan 2023… Team #Shehzada will be celebrating the trailer launch on 13 Jan in #Jalandhar [#Lohri] and on 14 Jan in #RannOfKutch [#MakarSankranti].
Stars #KartikAaryan and #KritiSanon. pic.twitter.com/NJPvmDqJ8k
— taran adarsh (@taran_adarsh) January 6, 2023
આ વિશે જાણકારી આપતાં ફિલ્મ સમીક્ષક અને બિઝનેસ એક્સપર્ટ તરણ આદર્શે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમને જણાવ્યું છે કે ‘શહેજાદા’નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ પછી કાર્તિક તેની કો -એક્ટ્રેસ કૃતિ સાથે ફિલ્મના પ્રમોશન માટે રવાના થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાર્તિક અને કૃતિ 13 જાન્યુઆરીએ પંજાબના જલંધર શહેરમાં લોહરી સેલિબ્રેટ કરશે. આ સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ કરશે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ દિવસે કચ્છમાં યોજાયેલા ઉત્સવમાં પણ ભાગ લેશે.
કાર્તિકની ફિલ્મ ‘શહેજાદા’ 2023ની ‘પઠાન’ પછી બીજી મોટી ફિલ્મ છે. આ એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ સાથે કાર્તિક એક નવી અંદાજમાં દર્શકોને જોવા મળશે. ગયા વર્ષે કાર્તિકના બર્થ ડે પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તેની એક્શન અને કૃતિના લુક્સની ઝલક જોવા મળી હતી. ફિલ્મનું સંગીત પ્રિતમે કમ્પોઝ કર્યું છે, જેનું નિર્માણ ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.