
બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન એક્ટિંગની સાથે સાથે પોતાના સ્વીટ સ્વભાવ માટે જાણીતો છે. કાર્તિક જેને પણ મળે છે તેના ચેહરા પર ખુશી આવી જાય છે. અભિનેતાનો બિંદાસ અને કુલ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે. કાર્તિકે હાલમાં એવું કાંઈ કર્યું છે કે, જેનાથી તેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. કાર્તિકના સ્વભાવની વાત કરીએ તો તેના ખુબ વખાણ થઈ રહ્યા છે.
કાર્તિક આર્યને હાલમાં પોતાના બોડીગાર્ડ સચિનના લગ્નમાં પહોંચ્યો હતો. આ લગ્નમાં અભિનેતાએ વરવધુ સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો. જેને કાર્તિક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. આ સિવાય કેપ્શનમાં અભિનેતાએ નવપરણિતને શુભકામના પણ પાઠવી છે. પ્રથમ ફોટોમાં કાર્તિક, સચિન અને તેની પત્ની ગ્રુપ ફોટોમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : AR Rahmanના લાઈવ કોન્સર્ટમાં પહોંચી પોલીસ, સ્ટેજ પર ચઢીને શો બંધ કરાવ્યો જાણો સમગ્ર મામલો
બોડીગાર્ડના લગ્નમાં કાર્તિકે પીળો સાદો શર્ટ અને વાદળી જીન્સ પહેર્યા છે. કાર્તિકની આ મીઠી હરકતો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ દ્વારા કાર્તિકના આ વાતની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : The Kerala Story: ‘ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો 1 કરોડ’ , શશિ થરૂરે આપી આ ચેલેન્જ
તમને જણાવી દઈએ કે, કાર્તિક પોતાના પરિવાર અને મિત્રોનું ખુબ ધ્યાન રાખે છે. કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ સત્યપ્રેમની કથામાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતાની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. હાલમાં બંન્ને કલાકારોએ પોતાની આ ફિલ્મનું શૂટિંગ પુર્ણ કર્યું છે. કાર્તિકના આ ફોટો જોયા બાદ ચાહકો શાનદાર રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, યે હોતી હૈ દોસ્તી, કાર્તિક ભાઈ લવ યુ યાર, તો અન્ય યુઝર્સે સતત કાર્તિકના બોડી ગાર્ડને શુભકામના પાઠવી રહ્યા છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો