સેલ્ફી માગી રહેલી ફેનને ઈગ્નોર કરતાં ટ્રોલ થઈ કરીના કપૂર, ગુસ્સે થયા લોકો, જુઓ Video

|

Jun 01, 2023 | 6:41 PM

Kareena Kapoor Troll: બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor) હાલમાં એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તેણે ફેન સાથે લોકોને પસંદ ન આવે તેવું વર્તન કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેલ્ફી માગી રહેલી ફેનને ઈગ્નોર કરતાં ટ્રોલ થઈ કરીના કપૂર, ગુસ્સે થયા લોકો, જુઓ Video
Kareena kapoor khankareena kapoor khan trolled for ignoring fan asking for selfie video viral on social media
Image Credit source: Social Media

Follow us on

Mumbai: બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની (Kareena Kapoor) એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ ઉત્સુક છે. જ્યારે પણ તે પબ્લિક પ્લેસ પર દેખાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે એક્સાઈટેડ હોય છે. પરંતુ કરીના કપૂરે આવા જ એક ફેનનું દિલ તોડી નાખ્યું. આવું ત્યારે થયું જ્યારે કરીના એરપોર્ટથી બહાર આવી અને પોતાની કાર તરફ જઈ રહી હતી. પરંતુ ફેન્સ સાથે તેનું કડક વલણ લોકોને પસંદ ન આવ્યું. લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી.

ફેનને કરી ઈગ્નોર

કરીનાએ એરપોર્ટ પર તેના એક ફેનને ઈગ્નોર કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને કરીના સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કરીના સફેદ ટ્રેકસૂટ અને સનગ્લાસ પહેરીને એરપોર્ટની બહાર નીકળતી જોવા મળે છે. વીડિયો ક્લિપમાં એક ફીમેલ ફેન તેની પાછળ સેલ્ફી માટે જતી જોઈ શકાય છે. પરંતુ કરીના ફેનની રિક્વેસ્ટને ઈગ્નોર કરીને આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

લોકો કરીના પર થયા ગુસ્સે

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે આ ફેન્સને સારું ન લાગ્યું અને એક્ટ્રેસ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. એક યુઝરે કહ્યું કે સૌથી અસંસ્કારી સેલિબ્રિટી. જ્યારે અન્ય એક યુઝરે હાઈ રૂડ લખ્યું. આ સિવાય અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે ‘નાપસંદ’. આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે બહેન, જો તમે ફેન્સને સેલ્ફી આપી હોત તો તમને કંઈ નહીં થાય.

આ પણ વાંચો : રવિના ટંડનની પુત્રીની સુંદરતાના દિવાના થયા ફેન્સ, એરપોર્ટ પર પાપારાઝીએ રાશા જોડે કેમ માંગી મીઠાઈ, જુઓ Video

આ ફિલ્મમાં જોવા મળી હતી કરીના

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. કરીનાએ પંજાબી છોકરી રૂપાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ સિવાય કરીના તેના ટોક શો માટે પણ ચર્ચામાં રહે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article