કિયારા અડવાણી, કરીના કપૂર અને સુહાના ખાન ઈવેન્ટમાં મળ્યા જોવા, યુઝર્સે કહ્યું – ‘બેબો એટિટ્યુડ બતાવી રહી છે’, જુઓ Video

Kareena Kapoor Video: કરીના કપૂર (Kareena Kapoor), કિયારા અડવાણી (Kiara Advani) અને સુહાના ખાને (Suhana Khan) એકસાથે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટના વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ત્રણેયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો કરીનાનો એટિટ્યૂડ જોઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે કરીનાનો ઈનસિક્યોર થઈ રહી છે.

કિયારા અડવાણી, કરીના કપૂર અને સુહાના ખાન ઈવેન્ટમાં મળ્યા જોવા, યુઝર્સે કહ્યું - બેબો એટિટ્યુડ બતાવી રહી છે, જુઓ Video
Kiara Advani - Suhana Khan - Kareena Kapoor
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 01, 2023 | 6:52 PM

Kareena Kapoor Video: બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) અને કરીના કપૂરે (Kareena Kapoor) ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં સાથે કામ કર્યું છે. એક બ્રાન્ડ ઈવેન્ટમાં બંનેનું રિયુનિયન થયું હતું. આ બંને એક્ટ્રેસ સાથે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન (Suhana Khan) પણ જોવા મળી હતી. સુહાના ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ઈવેન્ટમાં ત્રણેય એક્ટ્રેસ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. ત્રણેયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો કરીનાનો એટિટ્યૂડ જોઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે કરીનાનો ઈનસિક્યોર થઈ રહી છે.

આ ઈવેન્ટમાં કરીના કપૂર બ્લેક સ્ટેપલેસ ગાઉનમાં જોવા મળી હતી. કરીનાએ ડાર્ક આઈ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. જ્યારે સુહાના ખાને લાલ રંગનું સ્ટ્રેપલેસ ગાઉન કૈરી કર્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાની વાત કરીએ તો તેણે પેસ્ટલ ગ્રીન કલરનું હોલ્ટર ટોપ અને પલાઝો કૈરી કર્યો હતો.

(VC: manav.manglani instagram)

કરીના કપૂર થઈ ટ્રોલ

ત્રણેયનો પાપારાઝી માટે પોઝ આપતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ બધાનું ધ્યાન કરીના તરફ જઈ રહ્યું છે. કેટલાક લોકોને કરીનાનો એટિટ્યૂડ લોકોને પસંદ આવી રહ્યો નથી. ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે કરીના ખુશ નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે કરીના મધ્યમાં આવવા માંગતી હતી, ખરેખર એટીટ્યુડ, બોડી લેંગ્વેજ. બિચારી કિયારા સમજી શકતી નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે કરીના ખરેખર ઈર્ષાળુ અને અનકન્ફર્ટેબલ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: દુબઈના બુર્જ ખલીફા પર શાહરૂખની ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર જોવા મળ્યું, હજારોની સંખ્યામાં ચાહકો હાજર રહ્યા, જુઓ Video

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની થ્રિલર ડ્રામા ફિલ્મ જાને જાન આ મહિને ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. કિયારા અડવાણી તેની તેલુગુ ફિલ્મ ગેમ ચેન્જરની તૈયારીમાં બિઝી છે. આ ફિલ્મમાં તે રામ ચરણની સાથે જોવા મળશે. સુહાનાની વાત કરીએ તો તે પોતાની ડેબ્યૂ ફિલ્મ ધ આર્ચીઝના પ્રમોશનમાં બિઝી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:51 pm, Fri, 1 September 23