Kareena Kapoor Khan : કરીના કપુર ખાનના ત્રીજી પ્રેગન્સીને લઈ હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કરીનાનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે, આ સમાચારથી બોબો એટલી કંટાળી ગઈ છે કે, તેણે અંતે સોશિયલ મીડિયા (Social media)પર પોતાની ત્રીજી પ્રેગ્નસીને લઈ નિવેદન આપવું પડ્યું , આ નિવેદન કરીના (Kareena Kapoor Khan )એ પોતાની સ્ટાઈલમાં આપ્યું છે,લંડનમાં વેકેશન પર ગયેલી કરિનાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ ફોટોમાં કરીના કપુર ખાન પતિ સૈફ અલી ખાન અને એક મિત્ર સાથે જોવા મળી રહી છે,
ફોટોમાં તે બ્લેક ટી-બેક પહેર્યું છે, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. જેને લઈ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે કરીના કપુર ખાન ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે, હવે આ સમગ્ર મામલા પર બેબો ઉર્ફ કરીના કપુર ખાને પોતાનું મૌન તોડ્યું છે.કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે કે નહિ, પરંતુ આ સમયે તે તેના બે પુત્રો સાથે ખૂબ જ ખુશ છે. કરીનાને બે પુત્રો છે, એક તૈમુર અલી ખાન અને બીજો જહાંગીર અલી ખાન. કરીનાના પુત્ર જેહનો જન્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો.
#kareenakapoor denies pregnancy report pic.twitter.com/PgMV2JgdeV
— Sonali Naik (@oneanonlysonali) July 19, 2022
કરીના કપુર ખાન ત્રીજા બાળકની માતા બનવાના સમાચાર પર મૌન તોડ્યું છે તેણે ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરતા સ્પષ્ટતા કરી છે. આ પોસ્ટમાં કરિના ખાને લખ્યું કે, આ પાસ્તા અને વાઈનની અસર છે. તમે લોકો શાંત રહો , હું પ્રેગ્નેટ નથી. સૈફ મને કહી રહ્યો છે કે, તેમણે આપણા દેશની વસ્તી વધારવામાં ઘણું યોગદાન આપ્યું છે. એન્જોય કરીના કપૂર ખાન . કરીના કપૂર ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
હાલમાં કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. કરીનાની સાથે આ ફિલ્મમાં આમિર ખાન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.