Happy Birthday Karan Johar : પહેલી જ ફિલ્મથી રાતોરાત બધાના ફેવરિટ ડિરેક્ટર બની ગયા કરણ જોહર, શાહરૂખ ખાન સાથે કરી ચુક્યા છે ઘણી ફિલ્મો

|

May 25, 2022 | 9:31 AM

કરણ જોહરને (Karan Johar) જૂના હિન્દી ગીતો પર ડાન્સ કરવાનો શોખ હતો અને બાળપણથી જ તેને બોલિવૂડ ફિલ્મોનો શોખ હતો. વર્ષ 1989માં કરણ જોહર પહેલીવાર દૂરદર્શન ટીવી ચેનલના શો 'ઇન્દ્રધનુષ'માં શ્રીકાંતના પાત્રમાં જોવા મળ્યો હતો.

Happy Birthday Karan Johar : પહેલી જ ફિલ્મથી રાતોરાત બધાના ફેવરિટ ડિરેક્ટર બની ગયા કરણ જોહર, શાહરૂખ ખાન સાથે કરી ચુક્યા છે ઘણી ફિલ્મો
Karan Johar

Follow us on

કરણ જોહરને (Karan Johar) આજે કોણ નથી ઓળખતું? તેણે ખૂબ જ નાની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. જો કે, તેના પિતા યશ જોહર(Yash Johar) ખૂબ મોટા ફિલ્મ નિર્માતા હતા. કરણ જોહરને લોકો ‘કેજો’ તરીકે ઓળખે છે. તે પટકથા લેખક, નિર્માતા, દિગ્દર્શક, કોસ્ચ્યુમ ડિઝાઇનર, અભિનેતા અને જજ અને ટીવી શોના હોસ્ટ પણ છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં આવી ઘણી ફિલ્મો બનાવી છે. જેને લોકો આજે પણ ખૂબ પસંદ કરે છે. તેમાંથી ‘કુછ કુછ હોતા હૈ’ સૌથી ખાસ ફિલ્મ છે. આજે તે પોતાનો 50મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. કરણ જોહરનો જન્મ 25મે 1972ના રોજ મુંબઈમાં જ થયો હતો. કરણ જોહરની માતાનું નામ હીરૂ જોહર છે.

કરણની પહેલી દિગ્દર્શિત ફિલ્મ હતી ‘કુછ કુછ હોતા હૈ’

કરણ જોહરે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની ગ્રીનલાન્સ સ્કૂલમાંથી કર્યો હતો અને એચઆર કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય કરણ જોહરે ફ્રેન્ચમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. કરણ જોહર વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કરણે શાહરૂખ ખાનના મિત્રનો ખૂબ જ નાનો રોલ પણ કર્યો હતો. 16 ઓક્ટોબર 1998ના રોજ રીલિઝ થયેલી ‘કુછ કુછ હોતા હૈ’ તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ હતી. આ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની વાર્તા પ્રેમ ત્રિકોણ પર આધારિત હતી. જેમાં કાજોલ, રાની મુખર્જી અને શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. કરણ જોહરને પહેલી જ ફિલ્મ માટે ખૂબ જ વખાણ મળ્યા અને તેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા.

‘કુછ કુછ હોતા હૈ’ પછી કરણ જોહરે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે તેની કારકિર્દીમાં એક કરતાં વધુ ફિલ્મો બનાવી. જેમાં કભી અલવિદા ના કહેના, કભી ખુશી કભી ગમ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આજે તેમના પિતા દ્વારા શરૂ કરાયેલા ધર્મા પ્રોડક્શનને બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંથી એક માનવામાં આવે છે. જ્યાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે. સૌથી વધુ સ્ટાર કિડ્સ લોન્ચ કરવાનો શ્રેય પણ ધર્મા પ્રોડક્શનને જાય છે. કરણ જોહરે ઘણી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો છે. કરણ જોહરને ‘કુછ કુછ હોતા હૈ’ માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મ અને બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

1989માં પહેલીવાર ટીવી શો ‘ઇન્દ્રધનુષ’ માટે એક્ટિંગ કરી હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કરણ જોહરને જૂના હિન્દી ગીતો પર ડાન્સ કરવાનો શોખ હતો અને બાળપણથી જ તેને બોલિવૂડ ફિલ્મોનો શોખ હતો. વર્ષ 1989માં કરણ જોહર પહેલીવાર દૂરદર્શન ટીવી ચેનલના શો ‘ઇન્દ્રધનુષ’માં શ્રીકાંતના રોલમાં જોવા મળ્યો હતો. કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડમાં શાહરૂખ ખાનનું નામ આવે છે, જેની સાથે કરણે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે.

કરણ જોહર વિશે તમે ભાગ્યે જ જાણતા હોવ તેવી બીજી એક વાત એ છે કે તે 2006માં વારસો, પોલેન્ડમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં જ્યુરી સભ્ય બનનારો પ્રથમ ભારતીય હતો. તે જ વર્ષે, જીનીવામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તેમને વિશ્વના યુવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માર્ચ 2017માં કરણ જોહર સરોગસી દ્વારા જોડિયા યશ જોહર અને રૂહી જોહરના પિતા બન્યા.

Published On - 9:29 am, Wed, 25 May 22

Next Article