Karan Johar Birthday: પહેલી ફિલ્મ માટે માત્ર 11 રૂપિયા લીધા હતા, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રહી

Karan Johar Birthday : આજે કરણ જોહરનો જન્મદિવસ છે. કરણ તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ વિશે મહત્વની જાહેરાત કરવાનો છે. લાંબા સમય બાદ કરણ ફરીથી ડિરેક્ટરની ખુરશી પર બેસવાનો છે.

Karan Johar Birthday: પહેલી ફિલ્મ માટે માત્ર 11 રૂપિયા લીધા હતા, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રહી
| Edited By: | Updated on: May 25, 2023 | 9:53 AM

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક કરણ જોહર  (Karan Johar) 51 વર્ષના થઈ ગયા છે. આ પ્રખ્યાત નિર્દેશકે બોક્સ ઓફિસ પર ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી લઈને કુછ કુછ હોતા હૈ સુધી, કરણની કભી ખુશી કભી ગમ અને સ્ટુડન્ટ ઑફ ધ યર જેવી ફિલ્મોએ ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તેમના વિશે એક રસપ્રદ વાત. ઘણીવાર પડદા પાછળ રહેતા કરણ જોહરે માત્ર 11 રૂપિયામાં વિલનની ભૂમિકા પણ ભજવી છે.

કરણ જોહરે તેની પહેલી ફિલ્મ 2013માં સાઈન કરી હતી. કરણે રણબીર કપૂરની બોમ્બે વેલ્વેટમાં નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા હતા. અનુરાગ કશ્યપ અને કરણ જોહરની મિત્રતા કોઈનાથી છુપી નથી. જ્યારે અનુરાગે કરણને ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવાની વિનંતી કરી. તો કરણ તરત જ આ ફિલ્મ માટે રાજી થઈ ગયો. આટલું જ નહીં, કરણ જોહરે ફિલ્મમાં વિલનનો રોલ કરવા માટે અનુરાગ કશ્યપ પાસેથી માત્ર 11 રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો : Bollywood Stars: સાઈડ બિઝનેસથી ખૂબ જ કમાણી કરે છે બોલિવુડના આ સ્ટાર્સ, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

જો કે, કરણની આ અભિનયની શરૂઆત ફિલ્મ માટે ખૂબ ખર્ચાળ સાબિત થઈ અને બોમ્બે વેલ્વેટ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

કરણ વિલનના પાત્રને લઈને ઉત્સાહિત હતો

ફિલ્મના શૂટિંગ પહેલા કરણ જોહરે તેના ચાહકો સાથે એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં કરણે લખ્યું કે, હું બોમ્બે વેલ્વેટના શૂટિંગ માટે શ્રીલંકા જઈ રહ્યો છું. કેમેરાની પાછળ રહેલી વ્યક્તિ હવે કેમેરાનો સામનો કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મારો કોઈ ગેસ્ટ અપિયરન્સ નહીં હોય. પરંતુ હું ફિલ્મમાં વિલનનો મુખ્ય રોલ કરીશ.

કરણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં જોવા મળ્યો હતો

તમને જણાવી દઈએ કે કરણ જોહર આ પહેલા ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મમાં કરણે શાહરૂખ ખાનના મિત્રની ભૂમિકા ભજવી હતી. જે બાદ કરણે બોમ્બે વેલ્વેટ સાથે સ્ક્રીન પર એન્ટ્રી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો