એક સમયે શૂટિંગ સેટ પર ખડકની પાછળ કપડાં બદલતી હતી, હવે કંગના રનૌતે આટલા લાખમાં કસ્ટમાઇઝ કરાવી વેનિટી વાન

Kangana Ranaut Vanity Van : અભિનેત્રી કંગના રનૌત લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને તે સમયાંતરે પોતાના ઘરમાં ફેરફાર પણ કરતી રહે છે. અભિનેત્રીની વેનિટી વેન અંગે કેટલીક વિગતો સામે આવી છે. તેણે પોતાની વેનિટી વેન રૂપિયા 65 લાખમાં કસ્ટમાઈઝ કરી છે

એક સમયે શૂટિંગ સેટ પર ખડકની પાછળ કપડાં બદલતી હતી, હવે કંગના રનૌતે આટલા લાખમાં કસ્ટમાઇઝ કરાવી વેનિટી વાન
| Edited By: | Updated on: Mar 20, 2023 | 9:57 AM

Kangana Ranaut Vanity Van : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સ્પષ્ટવક્તાથી કોઈનું પણ મોં બંધ કરી શકે છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સાથે તે ઘણી વખત વિવાદોનો પણ ભાગ રહી છે. કંગના રનૌતે હંમેશા બોલિવૂડની કાળી બાજુ બતાવી છે. અભિનેત્રીએ તે સમય પણ જોયો છે જ્યારે તેણે શૂટિંગ દરમિયાન ખડકની પાછળ જઈને કપડાં બદલવા પડ્યા હતા પરંતુ હવે અભિનેત્રી પાસે વેનિટી વેન છે અને તેણે તેને કસ્ટમાઈઝ પણ કરી છે.

આ પણ વાંચો : Kangana Ranaut: એવેન્જર્સ એ આપણા વેદોની કોપી છે, કંગના રનૌતે હોલીવુડની ઘણી સુપરહીરો ફિલ્મો પર ઉઠાવ્યા સવાલ

વેનિટી વાન ડિઝાઇન કરનારા કેતન રાવલે કર્યો ખુલાસો

ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને દિગ્ગજોની વેનિટી વાન ડિઝાઇન કરનારા કેતન રાવલે આ વાતનો ખુલાસો કર્યો. કંગનાની વેનિટી વેન વિશે વાત કરતાં તેણે કહ્યું કે, કંગના તેની વેનિટી વેન માટે ટ્રેડિશનલ લુક ઇચ્છતી હતી. તે તેની વેનિટી વેનને તેના ઘરના દેખાવની જેમ જ કસ્ટમાઇઝ કરવા માંગતી હતી. તેમની વેનિટી વેનના સોફા પર કોતરણી કરવામાં આવી છે અને ખુરશીઓ પણ અસલ લાકડામાંથી બનાવવામાં આવી છે. અમારો હેતુ તેમને ઘર જેવી લાગણી આપવાનો હતો. કંગનાની વાનને તેની ઈચ્છા મુજબ કસ્ટમાઈઝ કરાવવા માટે મને 65 લાખ રૂપિયાનો ખર્ચ થયો.

આ સિવાય કેતને અન્ય સ્ટાર્સની વેનિટી વાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે પૂનમ ધિલ્લોન બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક હતી જેણે સૌપ્રથમ વેનિટી વેનનો કોન્સેપ્ટ લાવ્યો હતો. આ પછી શાહરૂખ ખાનની વેનિટી વેન વિશે વાત કરતા તેણે કહ્યું કે, તેની વેન એટલી મોટી છે કે તેને દરેક જગ્યાએ લઈ જઈ શકાતી નથી. એટલા માટે શાહરૂખ ખાન તરફથી વેનની માગ આવતી રહે છે.

સાઉથમાં પણ વેનિટી વેનનો ટ્રેન્ડ

કેતનની વાત કરીએ તો તે 65 વેનિટી વાનનો માલિક છે. તેમની વાનનો ઉપયોગ અંબાણી પરિવારથી લઈને મુંબઈ પોલીસ સુધી તમામ કરે છે. તેઓ બોલિવૂડના ઘણા કલાકારોને પણ સેવા પૂરી પાડે છે. બોલિવૂડની જેમ સાઉથમાં પણ વેનિટી વેનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પુષ્પા ફેમ અલ્લુ અર્જુન પોતાની વેનિટી વેન રાખે છે. જેની કિંમત કરોડોમાં છે. તેણે પોતાની વેનિટી વેનના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.