Vikram Controversy : કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ના પહેલા ગીતના લિરિક્સને લઈને થઈ રહી છે બબાલ, જાણો આખી વાત

|

May 13, 2022 | 8:22 AM

કમલ હાસનની (Kamal Haasan) ફિલ્મ વિક્રમના પોસ્ટરમાં કમલ, વિજય સેતુપતિ અને ફહાદને જોઈ શકીએ છીએ. આ ફિલ્મ અન્ય તમિલ સુપરસ્ટારની ફિલ્મોથી સાવ અલગ હશે.

Vikram Controversy : કમલ હાસનની ફિલ્મ વિક્રમના પહેલા ગીતના લિરિક્સને લઈને થઈ રહી છે બબાલ, જાણો આખી વાત
kamal hassan

Follow us on

કમલ હાસનની (Kamal Haasan) બહુપ્રતિક્ષિત ફિલ્મ વિક્રમ આ વર્ષે 3 જૂને રિલીઝ થવાની છે. આ દરમિયાન નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ સિંગલ ‘પત્થલા પત્થલા’ લોન્ચ કર્યું છે. લૉન્ચ થયા બાદ આ ગીતમાં ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દોને કારણે વિવાદ શરૂ થયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ગીત દ્વારા કેન્દ્ર સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. કમલ હાસનના રાજકારણમાં પ્રવેશની પૃષ્ઠભૂમિ પર આ ગીતના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કમલ હાસને 21 ફેબ્રુઆરી 2018ના રોજ મદુરાઈમાં પાર્ટી મક્કલ નિધિ મય્યમ પક્ષની શરૂઆત કરી હતી.

વિક્રમના આ ગીતને લઈને વિવાદો છતાં આ ગીતને સામાન્ય લોકો પસંદ કરી રહ્યા છે.અનિરુદ્ધ રવિચંદર દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા સંગીત અને કમલ હાસનનો ડાન્સ આ ગીતનું મુખ્ય આકર્ષણ છે. આ ગીતના બોલ કમલ હાસને પોતે લખ્યા છે અને અનિરુદ્ધે તેનો અવાજ આપ્યો છે. આ ગીત રિલીઝ થયા બાદ આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. કમલ હાસનના ચાહકોએ 67 વર્ષની ઉંમરે આ ગીતમાં દેખાડેલી જબરદસ્ત એનર્જીને બિરદાવી છે.

‘જય ભીમ’ ફેમ એક્ટર સૂર્યા પણ જોવા મળશે

‘વિક્રમ’ લોકેશ કનાગરાજ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ, ફહાદ ફાસિલ, એન્ટની વર્ગીસ અને અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એટલું જ નહીં, ‘જય ભીમ’ ફેમ એક્ટર સૂર્યા પણ કમલ હાસનની ફિલ્મ વિક્રમમાં જોવા મળશે. રાજકમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર તમિલનાડુ અથવા દક્ષિણ પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મોએ રિલીઝ પહેલા જ બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડિજીટલ અને સેટેલાઈટ રાઈટ્સ રિલીઝ પહેલા વેચાઈ ગયા

તમને જણાવી દઈએ કે, ફિલ્મ “વિક્રમ”ના ડિજિટલ અને સેટેલાઇટ રાઇટ્સ 112 કરોડ રૂપિયામાં વેચાયા છે. રિપોર્ટ્સ અનુસાર, કમલ હાસન આ ફિલ્મમાં એક રિટાયર્ડ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ પોલીસ અધિકારી એક મહત્વપૂર્ણ મિશન સંભાળવાના છે. વિજય સેતુપતિ વિક્રમમાં વિલનની ભૂમિકા ભજવશે. જો કે આ પહેલા 1986માં કમલ હાસનની ફિલ્મનું નામ પણ ‘વિક્રમ’ હતું. આ ફિલ્મ તે વાર્તાની સિક્વલ છે કે સંપૂર્ણપણે અલગ વાર્તા, તેના વિશે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Next Article