Kamal Haasan Movie : ‘પ્રોજેક્ટ K’માં કમલ હાસનની એન્ટ્રી, વર્ષો પછી જામશે અમિતાભ બચ્ચન સાથે જોડી

|

Jun 25, 2023 | 3:44 PM

Kamal Haasan In Project K : સાઉથના સુપરસ્ટાર કમલ હાસન આ ફિલ્મ પ્રોજેક્ટ કેનો હિસ્સો હશે. આ અંગે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, લાંબા સમય બાદ અમિતાભ બચ્ચન અને કમલ હાસન એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

Kamal Haasan Movie : પ્રોજેક્ટ Kમાં કમલ હાસનની એન્ટ્રી, વર્ષો પછી જામશે અમિતાભ બચ્ચન સાથે જોડી
Kamal Haasan In Project K

Follow us on

Kamal Haasan Movie : આદિપુરુષને મળી રહેલા પ્રતિસાદ વચ્ચે પ્રભાસની વધુ એક ફિલ્મ વિશેની વિગતો સામે આવી છે. તેમનો આ ફિલ્મ પ્રોજેક્ટ ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે આ ફિલ્મના કલાકારોને લઈને એક નવો ખુલાસો થયો છે. ફિલ્મમાં કમલ હાસનની એન્ટ્રી થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ અમુક સમયે આવા સમાચાર સામે આવ્યા હતા પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ ન હતી. હવે ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવી છે કે પ્રભાસ પણ આ મોટા પ્રોજેક્ટનો એક ભાગ છે.

આ પણ વાંચો : Vikram on OTT : સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ટકરાશે કમલ હાસનની ‘વિક્રમ’, જાણો ક્યારે અને ક્યાં જોવી?

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

નાગ અશ્વિન કરશે દિગ્દર્શન

હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક વીડિયો શેર કર્યો છે. આમાં, કમલ હાસને ભજવેલા પાત્રોના વિઝ્યુઅલ્સ નજરે પડે છે. ટૂંકા વીડિયો સાથે પરિચય પણ છે. તેમાં લખ્યું છે- મોટા સમાચાર, અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટની પછી હવે કમલ હાસન પણ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. નાગ અશ્વિન તેનું દિગ્દર્શન કરશે અને ફિલ્મનું નિર્માણ વિજયંતી મૂવીઝના બેનર હેઠળ કરવામાં આવશે.

થોડા સમય પહેલા માહિતી સામે આવી હતી કે કમલ હાસન ફિલ્મ પ્રોજેક્ટમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવશે અને મેગાસ્ટારને તેના માટે તગડી ફી ચૂકવવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો તેને આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ સમાચારને સમર્થન પણ મળ્યું નથી. ફિલ્મમાં કમલ હાસનનો રોલ કેવો હશે તે અંગે હાલમાં કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

આ પહેલા પણ જોવા મળ્યા છે બિગ બી-કમલ હાસન

કમલ હાસનની વાત કરીએ તો તે ફેન્સના ફેવરિટ એક્ટર્સમાંથી એક છે અને તેની પ્રતિભાથી બધા વાકેફ છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા અગાઉ અમિતાભ બચ્ચન સાથે ગિરફ્તાર અને ખબરદાર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હવે લાંબા સમય બાદ ફરી એકવાર બંને કલાકારો સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ પણ ઘણા સમયથી ચર્ચામાં છે અને તેને મોટા બજેટની પણ કહેવામાં આવી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article